આ કામ કરશો તો ફેફસા થઈ જશે એકદમ નવા જેવા, ઓક્સિજન લેવલ હંમેશા રહેશે 100

કોરોના ની એક પછી એક આવેલી લહેર દરમિયાન મોટાભાગના લોકો આ બીમારીનો શિકાર થયા. જે લોકો ને કોરોના થયો તેમના ફેફસા ખૂબ જ નબળા પડી ગયા છે. કેટલાક લોકોના ફેફસા બરાબર કામ પણ કરતા નથી. નબળા પડેલા ફેફસા જીવને જોખમમાં મૂકી શકે છે.

કોરોના ઉપરાંત પ્રદૂષણ અને વ્યસનના કારણે પણ લોકોના ફેફસાં ઝડપથી ખરાબ થઈ જાય છે. તેવામાં વ્યક્તિને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થાય છે અને અચાનક ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. આવી સ્થિતિ જીવનું જોખમ ઊભું કરી શકે છે.

ત્યારે ફેફસા સંબંધી સમસ્યાઓનું દેશી અને ઘરગથ્થુ ઉપચાર આજે તમને જણાવીએ. આ ઉપચાર કરવાથી ફેફસાના નવા જેવા થઈ જશે. ફેફસા મજબૂત થશે અને ઓક્સિજન લેવલ પણ પ્રમાણમાં જળવાઇ રહેશે.

આયુર્વેદ અનુસાર જો ફેફસાને સ્વસ્થ અને સાફ રાખવા હોય તો નસ્ય પ્રયોગ કરવો જોઇએ. નસ્ય પ્રયોગ દ્વારા ફેફસા ની સફાઈ કરવાના આજે તમને ઉપાય દર્શાવીએ. આ ઉપાયો નીચે દર્શાવ્યા અનુસાર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. ફેફસામાં કફ જામી ગયો હોય અને છૂટો પડતો ન હોય તો આ કફને દૂર કરવા માટે ગરમ પાણીમાં અજમો અને ગળો ઉમેરીને તેનાથી નાશ લેવી.

2. સુતરાઉ કપડામાં અજમો, કપૂર અને લવિંગ બાંધીને તેની પોટલી બનાવી લો. હવે આ પોટલીને નાક પાસે રાખી ને ૧૦થી ૧૨ વખત ઊંડા શ્વાસ લેવા. તેનાથી ઓક્સિજન લેવલ વધે છે અને શ્વાસનળી પણ ખુલે છે.

3. પાણીને ઉકાળી અને તેમાં ગ્રીન ટી મૂકી દેવી. હવે આ પાણીની સ્ટીમ લેવાથી ફેફસાંના બળતરા દૂર થાય છે અને ફેફસાં સાફ થાય છે.

4. નબળા પડેલા ફેફસાને મજબૂત કરવા માટે નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવું જોઈએ. આ પ્રાણાયામ કરવાથી ફેફસાના એક્ટિવ થાય છે અને મજબૂત રહે છે.

5. ધુમ્રપાન કે અન્ય વ્યસનના કારણે ફેફસાં ખરાબ થયા હોય તો તે વ્યક્તિ એ નિયમિત ગ્રીન ટી પીવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. ફેફસાને મજબૂત રાખવા હોય તો રોજ સવારે ખાલી પેટ બે ચમચી મધ ભેળવી લેવું આમ કરવાથી ટીબી શ્વાસ જેવી બીમારીઓ થતી નથી.

7. એક લીટર પાણીમાં આદુ-લસણ ગોળ અને હળદર ઉમેરીને બરાબર ઉકાળો. આ ઉકાળાનું સેવન દિવસમાં બે વખત કરવાથી ફેફસામાં જામેલો કફ દૂર થાય છે.

8. પાણીમાં ફુદીનાના પાન ઉમેરી બરાબર ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગળી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવાથી ફેફસાના સ્વચ્છ થાય છે.

આ ઉપાય કરવાની સાથે ફેફસાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. દિવસ દરમિયાન આહારમાં હળદર, અખરોટ, કઠોળ જેવી વસ્તુઓનું સેવન કરવાનું રાખો. આ વસ્તુઓ ફેફસાને મજબુત બનાવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!