મિત્રો જ્યારે શરીરને માફક ન આવે તેવો આહાર કરવામાં આવે અથવા તો તેલ મસાલા વાળું કે તળેલું ભોજન કરવામાં આવે ત્યારે એસીડીટી થઈ જાય છે. એસીડીટી થાય પછી વ્યક્તિના હાલ બેહાલ થઈ જાય છે. ક્યાંય ચેન પડતું નથી અને આરામ પણ મળતો નથી.
હકીકતમાં એસીડીટી પાચન તંત્ર સંબંધિત રોગ છે. જો એસીડીટી વારંવાર થઈ જતી હોય તો તેના કારણે આંતરડા પર ગંભીર અસર થઈ શકે છે. એટલા માટે જ જો નિયમિત એસીડીટી રહેતી હોય તો તેની સારવાર કરવી પણ જરૂરી છે.
એસીડીટી વારંવાર થાય તો તેના માટે દવા લેવી હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી આજે તમને એસિડિટીને માત્ર બે જ મીનીટમાં દુર કરે તેવા અકસીર ઈલાજ વિશે જણાવીએ. આ બધા જ ઇલાજ ઘરગથ્થુ હોવાથી તેને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને એસીડીટી થોડી જ વારમાં દૂર થઈ જાય છે.
1. એસીડીટીની બળતરાને તુરંત જ મટાડે છે દૂધ અને સાકર. એસીડીટી થાય ત્યારે ઠંડા દૂધમાં સાકર ઉમેરીને પી જવાથી એસિડિટી મટે છે અને ખાટા ઓડકાર આવતા તુરંત જ બંધ થઈ જાય છે.
2. એસીડીટી તીવ્ર થઈ ગઈ હોય તો ઠંડા દૂધમાં સાકરની સાથે ગુલકંદ અને વરિયાળી નો પાઉડર ઉમેરીને પીવાથી બળતરા તુરંત જ શાંત થાય છે.
3. એસીડીટી ની સાથે ગેસ પણ થઈ ગયો હોય તો આમળાનો રસ પીવો જોઈએ. તેના માટે 2 ચમચી આમળાના રસમાં બે ચમચી સાકર ઉમેરીને પીવાથી ખાટા ઓડકાર બંધ થાય છે. આમળાના રસમાં મધ અને નાળિયેરનું પાણી ઉમેરીને પીવાથી પણ એસિડિટી તુરંત જ મટે છે.
4. જો વારંવાર એસીડીટી થઈ જતી હોય અને સાથે પેટમાં ગેસ પણ થતો હોય તો બટાકાને શેકીને તેનું સેવન કરવાથી આ બંને સમસ્યા મટે છે.
5. સંતરાનો રસ કાઢીને તેમાં શેકેલુ જીરૂ મેળવીને પીવાથી એસિડિટી તુરંત જ મટી જાય છે. આ સિવાય કાચા દૂધમાં એલચીનો પાઉડર ઉમેરીને પીવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.
6. જો એસિડિટી વધી ગઈ હોય અને ઊલટીઓ શરૂ થઈ હોય તો ધાણા અને જીરું વાટીને તેમાં મધ ઉમેરીને ચાટી જવાથી ઊલટીઓ બંધ થાય છે.
7. જેને એસીડીટી વારંવાર થતી હોય તેને ભાત બનાવતી વખતે જે પાણી વધે તેમાં સાકર અને થોડું પાણી ઉમેરી તેને પાતળું કરીને પી લેવું જોઈએ
8. એસિડિટીથી કાયમી મુક્તિ મેળવવી હોય તો આ ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવું. તેના માટે દાડમના સૂકા દાણા, એલચી, તજ, તમાલપત્ર અને જીરુને લઈને વાટી તેનો પાઉડર બનાવી લેવો.
9. વારંવાર થતી એસિડિટીને મટાડવા માટે આંબળા હરડે અને બહેડાનું ચૂર્ણ બનાવીને દિવસમાં ત્રણ વખત એટલે કે સવાર બપોર અને સાંજ લેવાથી એસિડિટી તુરંત મટે છે.
10. અગત્યનું 60 ગ્રામ પાવડર લઈને તેને એક લીટર પાણીમાં ઉકાળો જ્યારે પાણી ચોથા ભાગનું બચે ત્યારે તેને ગાળી અને તેમાં થોડી હિંગ ઉમેરીને દિવસમાં ચાર વખત પીવાથી પેટની તમામ તકલીફો મટે છે.
11. જે લોકોને લોહીમાં એસીડીટી ભળી ગઈ હોય તેમણે નિયમિત રીતે ગાજરનો રસ પીવો જોઈએ. આ સિવાય થોડા થોડા સમયે લવિંગ ચૂસવાથી પણ એસિડિટી મટે છે.
12. એસિડિટીને કારણે આવતા ખાટા ઓડકાર ને બંધ કરવા માટે મૂળાના રસમાં તેટલી જ માત્રામાં આમળાનો રસ ઉમેરીને પી જવું જોઈએ.