મિત્રો પથરીની સમસ્યા એવી છે જે પાણીના કારણે સૌથી વધારે થાય છે. પથરી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જ્યારે શરીરમાં જતો ક્ષાર પેશાબ વાટે બહાર નીકળતો નથી તો તે પથરી બનીને શરીરમાં જામી જાય છે. ઘણી વખત આ પથરી એટલી મોટી હોય છે કે ઓપરેશન વિના તેને દૂર કરવી શક્ય નથી હોતી.
પથરીનો દુખાવો પણ અસહ્ય હોય છે. પથરી રૂપે જામતો ક્ષાર કીડની અને મૂત્ર માર્ગમાં થાય છે. જ્યારે ક્ષાર શરીરમાંથી નીકળી નહીં તો પથરી થાય છે. પથરી ના કારણે પેટમાં, પેડુમાં, કમરમાં સખત દુખાવો થાય છે. આ સિવાય પેશાબ પણ અટકી અટકીને આવે છે.
આ પીડાદાયક તકલીફમાંથી ઓપરેશન વિના મુક્તિ મેળવવી શક્ય છે. આ શક્ય બને છે કેટલાક ઘરેલૂ ઉપાયથી. આજે તમને પથરીની તકલીફ દૂર કરે તેવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ.
1. પથરીને કારણે પેશાબ માં થતી બળતરા મટાડવી હોય તો આમળાંના રસમાં સાકર અને ઘી ઉમેરીને પીવાથી બળતરા મટે છે. આ સિવાય આમળાના રસમાં એલચીના દાણા ઉમેરીને હુંફાળા પાણી સાથે પીવાથી પણ પથરી નો દુખાવો મટે છે.
2. જેને પથરી હોય તે વ્યક્તિએ રોજ સવારે નાળીયેરના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી જવું જોઈએ આ ઉપાય કરવાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
3. અશ્વગંધાના મૂળને વાટી તેનો રસ કાઢીને પીવાથી પથરી નો દુખાવો મટે છે. બે માસ સુધી આ રસ પીવાથી પથરી બહાર નીકળી જાય છે.
4. પથરી માટે વરિયાળી પણ અકસીર ઈલાજ છે. પથરીના દર્દીએ વરીયાળી ની ચા નિયમિત રીતે પીવી જોઈએ તેનાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
5. બીલીના ફળનો રસ કાઢીને તેમાં પાણી ઉમેરીને 15 દિવસ પીવાથી મોટી પથરી પણ તૂટી ને બહાર નીકળી જાય છે.
6. કેળના છોડ નો રસ લઇ તેમાં એટલા જ પ્રમાણમાં ગરમ ઘી ઉમેરીને પી જવાથી પથરી તૂટીને પેશાબ માર્ગે બહાર આવી જાય છે.
7. 50 ગ્રામ કળથીને રાત્રે પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરવાથી પથરી ની પીડા દૂર થાય છે.
8. ગોખરુના ચૂર્ણમાં મધ ઉમેરીને સવારે બપોરે અને સાંજે લેવાથી એક જ અઠવાડિયામાં પથરી તૂટીને શરીરમાંથી બહાર નીકળી જાય છે.
9. મકાઈના દાણાને કાઢી જે દોડવો વધે તેને શેકીને રાખ બનાવી લેવી. આ રાખ પાણી સાથે લેવાથી પથરીનો દુખાવો મટે છે.
10. એક મહિના સુધી તુલસીના પાનના રસમાં મધ ઉમેરી પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.
11. પથરીના દર્દીને દિવસમાં દર ત્રણ કલાકે બીજોરાનો રસ આપવો જોઈએ. આ ઉપાય કરવાથી પાંચ જ દિવસમાં પથરી શરીરમાંથી તૂટીને બહાર નીકળી જશે.
12. અજમા મૂત્રવર્ધક છે.. પથરીના દર્દી જો રોજ એક ચમચી અજમો હુંફાળા પાણી સાથે લે તો એક મહિનામાં જ પથરી મટી જાય છે.
13. કારેલા પણ પથરી નો અકસીર ઈલાજ છે. તેનું સેવન કરવાથી શરીરમાં પથરી બનતા અટકે છે. જો પથરી થઈ ગઈ હોય તો કારેલાંનો રસ સવારે અને સાંજે પીવાથી આઠ દિવસમાં પથરી મટી જાય છે.
14. પથરીના દર્દીએ રોજ રાત્રે પાણીમાં દ્રાક્ષને પલાળી સવારે તેનું સેવન કરવું જોઈએ.
15. ડુંગળીનું રસ પીવાથી પણ પથરીના દર્દીને આરામ મળે છે. તેના માટે ડુંગળીને પાણીમાં ઉકાળીને પછી તેને મિક્સરમાં વાટી તેનો રસ તૈયાર કરી લેવો. આ રસ દિવસમાં ત્રણ વખત પીવો.