મિત્રો આજના સમયમાં લોકોની જીવનશૈલીમાં એટલી દોડધામ વધી ગઇ છે કે તેમણે પોતાના આહાર પર ધ્યાન આપવાનું પણ સમય મળતો નથી. લોકો કામ ઉપર ધ્યાન એટલું આપે છે કે તેઓ પોતાના આહાર પ્રત્યે બેદરકાર થઇ જાય છે. જેના કારણે શરીરને માફક ન આવતી હોય તેવી વસ્તુ પણ ખાઈ લેતા હોય છે.
વારંવાર શરીરને માફક ન આવે તેવી વસ્તુ ખાવાથી પેટમાં દુખાવાની તકલીફ થઈ જાય છે. આ ઉપરાંત ઘણા લોકો વાસી ખોરાક ખાતા હોય છે જેના કારણે પેટમાં બેક્ટેરિયા થાય છે અને પછી અસહ્ય દુખાવો સતાવે છે. તેવામાં આજે તમને પેટના ભયંકર ભયંકર દુખાવાથી પણ માત્ર 5 જ મિનિટમાં રાહત આપે તેવા દેશી ઉપચાર વિશે જણાવીએ. પેટમાં દુખાવો થાય ત્યારે અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક કરશો તો તમને તુરંત જ રાહત અનુભવાશે.
1. અજમા, સંચળ, સૂંઠ, હિંગ અને યવક્ષારને સમાન માત્રામાં લઈને બરાબર વાટી તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને કાચની બરણીમાં ભરી રાખવું. હવે જ્યારે પણ પેટ નો દુખાવો થાય ત્યારે જમ્યા પછી નવશેકા પાણી સાથે આ એક ચમચી ચૂર્ણ લઇ લેવાથી પેટનો દુખાવો મટી જાય છે.
2. અચાનક પેટમાં દુખાવો ઉપડે અને સહન ન થાય તેવી સ્થિતિ હોય ત્યારે આદુનો રસ કાઢી અને તેમાં સરખા પ્રમાણમાં લીંબુનો રસ ઉમેરી સાકર સાથે પી જવો તેનાથી પેટ નો દુખાવો તુરંત જ મટી જશે.
3. જે લોકોને જમ્યા પછી રોજ પેટમાં દુખાવો રહેતો હોય તેને સવારે અને સાંજે દૂધમાં સૂંઠ ગોળ અને તલ ઉમેરીને પીવું જોઈએ.
4. પેટના દુખાવાથી તુરંત રાહત મેળવવા માટે ફુદીનાના પાનનો રસ કાઢી તેમાં સિંધાલૂણ અને આદુનો રસ ઉમેરીને પી જવો.
5. ગેસના કારણે પેટમાં દુખાવો થતો હોય તો તુલસીના પાનના રસમાં આદુ નો રસ ઉમેરીને પી જવાથી તુરંત જ આરામ મળે છે.
6. જેને કાયમી પેટ માં દુખાવો રહેતો હોય તેણે થોડા દિવસ માટે અજમા અને મીઠું ને વાટીને જમ્યા પછી લેવાથી પેટનો દુખાવો કાયમી રીતે મટે છે.
7. આદુ અને લીંબુનો રસ અડધી અડધી ચમચી લઇ તેમાં મરીનો પાઉડર ઉમેરીને પી જવાથી પેટનો દુખાવો તુરંત જ મટી જાય છે.
8. પેટના દુખાવાથી રાહત મેળવવા માટે હુંફાળા ગરમ પાણીમાં ગોળ અને ચુનો ભરીને પીવાથી આરામ મળે છે.
9. પેટમાં અચાનક દુખાવો ઉપડે ત્યારે એક લીંબુનો રસ કાઢી તેમાં થોડું પાણી અને જાયફળનો પાઉડર ઉમેરીને દર્દીને પીવડાવી દેવો. થોડી જ મિનિટોમાં દુખાવો દૂર થઇ જશે.
10. કબજિયાતને કારણે પેટમાં દુખાવો રહેતો હોય તો દૂધમાં સાકર ઉકાડી અને પછી એક ચમચી દિવેલ ઉમેરીને દિવસમાં ૨ વખત પી જવાથી કબજિયાતને કારણે થતો દુખાવો મટે છે.
11. દશમૂલારિષ્ટ નું સેવન કરવાથી પણ પેટ ના દુખાવા માટે છે તેના માટે દશમૂલારિષ્ટ માં સમાન માત્રામાં પાણી ઉમેરીને સવારે અને સાંજે જમ્યા પછી લેવું.
12. એક વાટકી દહીંમાં મીઠું, કોથમીર અને એલચીનો પાઉડર ઉમેરીને જમ્યા પહેલાં એક કલાક પહેલા ખાઇ લેવું. તેનાથી અપચો થતો નથી અને પેટમાં દુખાવો મટે છે.
13. કેળાનું સેવન કરવાથી પણ પેટની તકલીફો મટે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી દિવસમાં ત્રણ વખત કેળા ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.
14. નાના બાળકને પેટમાં દુખાવો રહેતો હોય તો હિન્દીમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવીને પેટમાં નાભિની આસપાસ લગાવી લો.
15. એક પાણીમાં થોડા તુલસીના પાન ઉકાળીને આ ઉકાળો હૂંફાળો હોય ત્યારે પીવાથી પેટનો દુઃખાવો મટે છે.