રોજ સવારે ફક્ત બે દાણા ખાઈ લેશો તો પેટની ચરબી કસરત વગર ઓગળી જશે

રસોડામાં ઉપયોગમાં આવતી મેથી સૌથી જૂની જડીબુટ્ટીઓ માંથી એક છે. આયુર્વેદમાં પણ મેથીનો ઉપયોગ દવા તરીકે થાય છે. મેથી નો ઉપયોગ કરવાથી શરીરને અનેક લાભ થાય છે. આજે તમને આવા જ કેટલાક લાભ વિશે જણાવીએ.

મેથી એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ધરાવે છે તેની મદદથી શરીરના ઘાની સારવાર કરી શકાય છે. તેના માટે મેથી પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી ઈજા થઈ હોય તે જગ્યા પર લગાવવાથી ઘા જલદી રુઝાય છે.

એક રિસર્ચ અનુસાર મેથીમાં લો ડેન્સિટી લીપોપ્રોટીન હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે. આ ઉપરાંત તે વધતી ઉંમરે પણ હૃદયને તંદુરસ્ત રાખે છે.

મેથી ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ નો પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે. આ ઉપરાંત તે પાચન તંત્રને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. કબજીયાતના દર્દી એ રોજ સવારે પલાળેલી મેથી પીવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસના દર્દીઓ પોતાના આહારમાં મેથીનું સેવન કરે તો રક્તમાં સુગરની માત્રા ઘટે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. મેથીમાં એમીનો એસિડ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવે છે.

સવારે પલાળેલી મેથી ચાવીને ખાવાથી વજન ઝડપથી ઘટે છે. મેથીના લાડુ ખાવાથી પણ શરીરને લાભ થાય છે.

દિવસ દરમિયાન એક ચમચી મેથી ખાવાથી છાતીમાં બળતરા જેવી તકલીફો થતી નથી. આ ઉપરાંત આંતરડા પણ સાફ રહે છે.

મેથીનું સેવન કરવાથી બાળકના જન્મ વખતે માતાને સરળતા રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા જો મેથી નું સેવન કરે તો ગર્ભાશયનું સંકોચન અટકે છે અને પ્રસવ પીડા પણ ઘટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!