ફક્ત ઉનાળામાં મળતું આ ફળ ખાઈ લેજો જિંદગીભર કબજિયાત ન થાય

ચીકુ ઉનાળામાં મળતું એકદમ સ્વાદિષ્ટ ફળ છે. આમ તો હવે ચીકુ કેળાની જેમ બધી જ ઋતુમાં મળી આવે છે પરંતુ ઉનાળામાં ચીકુ ખાવાનું ખાસ મહત્વ છે. ચીકૂમાં કેરી અને કેળાની જેમ એવા પોષક તત્વો હોય છે જેનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.

ચીકુ એક એવું ફળ છે જે સરળતાથી પચી જાય છે. તે કુદરતી રીતે મીઠાશ વાળું ફળ હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન અને ખનીજ તત્વો પણ ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

જ્યારે આપણે સારું આહાર લઈએ છીએ તો શરીર તંદુરસ્ત રહે છે. ચીકુ એવું ફળ છે જે ખાવાથી માથાથી લઈને પગ સુધીના દરેક અંગને પોષણ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે.

ચીકુ ખાવાથી વાળને પોષણ મળે છે. વાળમાં વિવિધ પ્રકારના કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળની તકલીફો વધે છે. તેવામાં ચીકૂનું સેવન કરવાથી વાળને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે જેના કારણે વાળ મજબૂત અને સ્વસ્થ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે ચીકુના બીજના તેલ નો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે ચીકુની પેસ્ટ બનાવીને તેમાં એરંડાનું તેલ ઉમેરીને વાળના મૂળમાં લગાવી શકો છો. તેને વાળના મૂળમાં એક કલાક લગાવી રાખી પછી વાળ ધોઈ લેવાથી વાળ સોફ્ટ થાય છે.

ચીકુ સ્વાદમાં જેટલું સારું હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ચીકુ સરળતાથી પચી જતું ફળ છે. વળી તેને ખાવાથી શરીરને તુરંત જ ઊર્જા મળે છે. કારણ કે તેમાં ગ્લુકોઝનું પ્રમાણ સારું એવું હોય છે.

ચીકુમાં વિટામિન એ પણ વધારે હોય છે જે આંખનું તેજ વધારે છે. ચીકુમાં વિટામિન એ અને બી પણ હોય છે જે શરીરમાં વધતા કેન્સરના કોષનો નાશ કરે છે. આ ઉપરાંત ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી શરીરના બધા જ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

ચીકુનું સેવન કરવાથી હાડકા પણ મજબુત થાય છે. કારણ કે તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. ચીકૂમાં સૌથી વધારે ફાઇબર હોય છે. ફાઇબર શરીરમાં કબજિયાત ને થતી અટકાવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણા બધા ફળ અને શાકભાજી ખાવાની મનાઈ કરવામાં આવે છે પરંતુ આ સમય દરમિયાન પણ ચીકુ ખાઈ શકાય છે. ચીકુ ખાવાથી ગર્ભવતી સ્ત્રીને નબળાઈ આવતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!