ગમે તેટલી જૂની કબજિયાત ફક્ત 1 દિવસમાં મટાડવી હોય તો કરો આ કામ

મિત્રો અનિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત ભોજન ના અભાવના કારણે કબજિયાત થતી હોય છે. વળી દિવસ દરમિયાન શારીરિક શ્રમનો પણ અભાવ હોય તો ખાધેલો ખોરાક પચતો નથી અને પરિણામે કબજિયાત થાય છે. કબજિયાત થઈ હોય તો તેનો ઈલાજ કરવો જરૂરી છે કારણ કે કબજિયાત અન્ય રોગને પણ શરીરમાં આમંત્રણ આપે છે.

ઘણા લોકો તો એવા હોય છે કે જેમને નિયમિત રીતે કબજિયાત રહેતી હોય. આવી વર્ષો જૂની કબજિયાત પણ એક જ દિવસમાં દૂર થઈ શકે છે. તેના માટે તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. આ આયુર્વેદિક ઉપચાર કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ એક જ દિવસમાં મટી જશે અને પેટ નિયમિત રીતે સાફ આવશે.

1. વર્ષો જૂની કબજિયાત હોય અને મોઢ કાળો અને એકદમ કઠણ આવતો હોય તો દર્દીએ રોજ રાત્રે ગરમ દુધમાં સૂંઠ અને એરંડીયું પીવું જોઈએ.

2. કબજિયાતનો કોઠો હોય અને પેટ સાફ ના આવવું હોય તો હરડી સંચર અને મીંઢી આવળ ને સમાન માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. હવે આ ચુર્ણને રોજ સવારે અને સાંજે હૂંફાળા પાણી સાથે પી લવું. આ ઉપાય સગર્ભા સ્ત્રીઓએ ન કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. અંજીર ખાવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. જેને કબજિયાત રહેતી હોય તે નિયમિત રીતે અંજીરનું સેવન કરવું જોઇએ તેનાથી મળ ત્યાગ સરળતાથી થાય છે.

4. ઉનાળામાં પાણી ઓછું પીવાતું હોય અને કબજિયાત રહેતી હોય તો તેને દૂર કરવા માટે રોજ રાત્રે પાણીમાં ત્રિફળા અને ગરમાળાનો ગોળ મેળવીને ઉકાળો બનાવી તેને પી જવો.

5. વર્ષો જૂની કબજિયાત ને મટાડવા માટે નિયમિત રીતે 10 ગ્રામ સૂકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે તેના બી કાઢીને બરાબર ચાવીને ખાઈ જાવ.

6. બીલીના ફળનો ગર્ભ ગોળ સાથે લેવાથી કબજીયાત મટે છે. બીલીના ફળનો રસ પીવાથી પણ લાભ થાય છે.

7. લાલ અને પાકા ટામેટાનો રસ કાઢીને તેનું સેવન કરવાથી આંતરડા સાફ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. અજમા અને જીરું ને સમાન માત્રામાં લઈને ધીમા તાપે શેકી લો હવે તે ઠંડા થઈ જાય પછી તેનો પાવડર બનાવી ને સંચણ ઉમેરીને તેને એક ડબ્બામાં ભરી લો. આ અડધી ચમચી ચૂર્ણ હુંફાળા પાણી સાથે પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટે છે.

9. આંતરડામાં જામેલો જૂનો મળ સાફ કરવા માટે એક ચમચી ચૂર્ણ અને પાણી સાથે પી જવું.

10. નિયમિત રીતે સવારે પેટ સાફ આવે તે માટે એક ચમચી વરિયાળી નો પાઉડર ગરમ પાણી સાથે રોજ રાત્રે પી જવો.

11. રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે અને સાથે જ કફ પણ દૂર થાય છે.

12. પાલકની ભાજી રેચક હોય છે અને આંતરડાને સાફ કરે છે. તેથી પાલકની ભાજીનું નિયમિત સેવન કરવાથી પણ કબજિયાતની તકલીફ થતી નથી.

13. કબજિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય તો દૂધ અથવા પાણી માં ઇસબગુલ પલાળીને પીવું જોઈએ. આ સિવાય પપૈયાનું સેવન કરવાથી પણ પેટની તકલીફો અને કબજિયાત મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!