આ દેશી ઉપાયથી 5 જ મીનીટમાં પેટનો ગેસ મટી જશે

આપણા શરીરમાં ગેસ બને એક સામાન્ય પ્રક્રિયા છે. ખોરાકનું પાચન થાય ત્યારે ગેસ બને છે. સામાન્ય રીતે વ્યક્તિ દિવસ દરમિયાન 20 વખત ગેસ બહાર કાઢે છે. ભાગે ઓડકાર તરીકે અથવા તો પાદ તરીકે બહાર નીકળે છે.

પરંતુ જ્યારે આ ગેસ શરીરમાંથી બહાર ન નીકળે તો પેટમાં દુખાવો અને અન્ય સમસ્યા થાય છે. ગેસ નીકળે નહીં તો શરીરના અન્ય ભાગોમાં પરિભ્રમણ કરવા લાગે છે.

શરીરમાં જ અચાનક ગેસ વધી જાય તો તે ખાધેલા ખોરાકને કારણે હોઈ શકે છે. જ્યારે ભોજનમાં ફેરફાર થાય છે ત્યારે ગેસની સમસ્યા વધે છે. શરીરમાં ગેસ પેટ અથવા આંતરડામાં બને છે. ઘણી વખત જો તમે ઝડપથી જમો છો ત્યારે ભોજનની સાથે હવા પણ પેટમાં જાય છે ત્યારે પણ ગેસ બને છે.

આ સિવાય ફણગાવેલા કઠોળ, કોબી, નુડલ્સ, બટેટા, વટાણા, સફરજન, ઘઉં ખાવાથી પણ ગેસ બને છે. તેવામાં આજે તમને કેટલાક સરળ ઉપાયો જણાવ્યા છે જેને કરીને તમે ગેસથી તુરંત જ છુટકારો મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. સૌથી પહેલો ઉપાય કાળા મરીનો છે. કાળા મરી પેટમાં ગેસ થી છુટકારો અપાવી શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળો, પાણી નીકળી જાય પછી તેનો મરી ઉમેરી દો અને ગેસ ઉપરથી નીચે ઉતારો. હવે આ પાણી નવશેકું હોય ત્યારે તેને પી જવું.

2. બીજો ઉપાય અજમાનો છે. આ ઉપાય કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે. તેના માટે અજમાના થોડો ગોળ ઉમેરીને બરાબર તેને પીસી ગોળીઓ બનાવી લેવી. હવે આ ગોળીને દિવસમાં બેથી ત્રણ વખત ખાઈ લેવી. પેટમાંથી ગેસ છૂટો પડી જશે.

3. ગેસની સમસ્યાથી હળદર અને મીઠું પણ તમને મુક્તિ અપાવી શકે છે. તેના માટે હળદર અને મીઠાને પાણીમાં મિક્સ કરી અને પી જવું.

4. સ્વાદમાં મીઠું મધ પણ પેટનો ગેસ દૂર કરી શકે છે. તેના માટે બે ચમચી મધ અને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઉમેરીને પી જવું. જોકે આ ઉપાય ત્યારે કરવો જ્યારે તમારૂં પેટ ખાલી હોય.

5. પેટમાં ગેસની તકલીફ હોય તો દહીંનો ઉપયોગ પણ લાભકારી છે. જેને વારંવાર ગેસ થઈ જતો હોય તેને દિવસ દરમિયાન એક વખત દહીંનું સેવન કરવું. દહીં પેટમાં ઠંડક કરે છે અને ગેસ મટાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. જેને ગેસના કારણે પેટમાં દુખાવો વધી જાય ત્યારે એક ગ્લાસ પાણી અને ગરમ કરી તેમાં જીરૂનો પાઉડર ઉમેરી દો. હવે આ પાણીને થોડી વાર રાખી મૂકો અને પછી ગાળીને તેનું સેવન કરી જાવ. આ પાણી હૂંફાળું હોય ત્યારે જ પી જવું. દિવસમાં બે-ત્રણ વખત આ પાણી પીવાથી ગેસ મટે છે.

7. ચાનો સ્વાદ વધારતું આદુ પેટનો ગેસ તુરંત જ દૂર કરે છે. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુનો ટુકડો ઉમેરીને તેને થોડું ઉકાળો. હવે આ પાનને થોડીવાર રહેવા દો અને જ્યારે તો હૂંફાળું થાય ત્યારે ગાળીને તેને પી જવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!