ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલ બધું જ ઓછું કરવામાં ઉપયોગી છે આ વસ્તુ

સરગવો એક અદભુત ઔષધી છે જેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને બાયો એક્ટિવ ગુણધર્મ હોય છે. આ તત્વોના કારણે તે શરીરમાં ઘણા બધા રોગને દૂર કરે છે. સરગવો એન્ટીબેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી ડાયાબીટીક ગુણો ધરાવે છે જેના કારણે શરીરની ગંભીર બીમારીઓથી છુટકારો મળે છે.

આજે તમને જણાવીએ કે સરગવામાંથી કયા કયા પોષક તત્વો શરીરને મળે છે અને તેનાથી શરીર ના કયા રોગ દૂર થાય છે. સરગવામાં પ્રોટીન, વિટામિન બી-૬, વિટામિન સી, રિબોફ્લેવિન, વિટામિન એ, મેગ્નેશિયમ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને આ બધા જરૂરી પોષક તત્વો મળી રહે છે.

સરગવાનું સેવન કરવાથી તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ શરીરની ફ્રી રેડિકલ્સથી બચાવે છે જેના કારણે ક્રોનિક રોગ થવાનું જોખમ ઘટે છે. તેનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તો સરગવો અતિ ઉત્તમ છે. સરગવો માણસના શરીર માટે કેટલો લાભકારક છે તેના ઉપર ઘણા બધા રિસર્ચ પણ થયા છે. તેનું સેવન કરવાથી શરીરની બળતરા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સરગવો શરીરની રક્ષણાત્મક પદ્ધતિને સુધારે છે જેના કારણે શરીરને થતું નુકસાન અટકે છે.

શરીરમાં જો ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. તેવામાં સરગવાનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.

સરગવાનો ઉપયોગ તમે પાવડરના ફોર્મમાં પણ કરી શકો છો. સરગવાનો પાવડર બજારમાં સરળતાથી મળી રહે છે. ઉપરોક્ત જણાવ્યા અનુસાર ના ફાયદા મેળવવા હોય તો સરગવા નો પાવડર લઇ આવો અને તેનું સેવન શરૂ કરી દેવું.

સરગવા નો પાવડર બપોરે અને રાત્રે જમ્યા પછી પાણી સાથે લેવાનો છે. જો તમે ઈચ્છો તો સરગવા નો પાવડર તમે ચાને બદલે પણ પી શકો છો. તમે તેની સ્મુધી બનાવીને પણ વાપરી શકો છો. ટૂંકમાં સરગવાને કોઈપણ રીતે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો નો લાભ લઈ શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!