વાળ-ચામડીના રોગો અને વજન ઉતારવામાં ઉપયોગી છે આ શાક

દુધી એવું શાક છે જેને મોટા ભાગના લોકો ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ દુધી એક અમૃત સમાન શાક છે. તેની તાસીર ઠંડી હોય છે અને તે પાણીથી ભરપૂર હોય છે જેના કારણે તે શરીરને ભરપૂર પ્રમાણમાં એનર્જી આપે છે.

દૂધીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેમકે દૂધીમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન એ, વિટામિન બી1, વિટામિન b2, વિટામીન બી૩, વિટામિન સી, કેલ્શિયમ, પ્રોટીન, આયરન, પોટેશિયમ, ફાઇબર જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

જો તમે દૂધનું સેવન રોજ આ રીતે કરો છો તમે વર્ષો સુધી ગંભીર બિમારીઓથી બચી જશો. તેના માટે દૂધીનું ખાસ રીતે રસ બનાવવાનો છે. સૌથી પહેલા દૂધીને સાફ કરીને તેની છાલ કાઢી તેના ટુકડા કરી લો. હવે એક વાસણમાં પાણી લઈ તેમાં દૂધી ના ટુકડા ફુદીનો લીલા ધાણા છીણેલું આદુ મીઠું અને લીંબુ ઉમેરી બધી વસ્તુને બરાબર પીસી લો.

હવે આ રસને ગાળી અને તેનું સેવન કરો. આમ તો તમે આ રસ કોઇપણ સમયે આપી શકો છો પરંતુ સવારે ખાલી પેટ પીશો તો તેનાથી ફાયદા વધારે થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમ કે જો તમારે વજન ઘટાડવું હોય તો દૂધીનો આ રીતે બનાવેલો રસ પીવાથી વજન તુરંત જ ઉતરે છે. આ ઉપરાંત રોજ સવારે ખાલી પેટ દૂધીનું સેવન કરવાથી પણ ભૂખ લાગતી નથી. આ માટે તમે દુધી ને બાફીને તેનો ઉપયોગ કરી શકો છો. દૂધીમાં ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

દૂધીનો રસ પીવાથી માનસિક ચિંતા પણ ઓછી થાય છે. ઉપર દર્શાવ્યા અનુસાર દૂધીનો રસ બનાવીને દિવસમાં બે ગ્લાસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે. દૂધીમાં રહેલા તત્વો મગજના કાર્યોને નિયંત્રિત કરે છે અને જેના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશન ની સમસ્યા થતી નથી.

સવારે દૂધીનો રસ પીવાથી લોહી પણ શુદ્ધ થાય છે. રોજ તેનું સેવન કરવાથી ત્વચા કુદરતી રીતે સુંદર બને છે. આ સાથે જ રક્ત વિકાર પણ દૂર થાય છે. દૂધીનો રસ પીવાથી ત્વચામાં રહેલું વધારાનું તેલ અને ગંદકી બહાર નીકળી જાય છે જેની સાથે કેટલી તકલીફ પણ મટે છે. દૂધીનો રસ પીવાથી ત્વચા પરના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.

દૂધીનું સેવન કરવાથી ખરતા વાળ ની તકલીફ પણ મટે છે. તલના તેલમાં દૂધીનો રસ ઉમેરીને લગાડવાથી ખરતા વાળ અને ટાલની તકલીફ દૂર થાય છે. આમળાનો રસ અને દૂધીનો રસ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે.

દૂધીનો રસ પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. રોજ સવારે દૂધીનો રસ પીવાથી પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી તકલીફો દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!