જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે તો ખૂબ જ તકલીફ થાય છે. ઉનાળાની ઋતુમાં સૌથી વધારે મોઢામાં ચાંદા પડવાની તકલીફ થાય છે. મોઢામાં ચાંદા પડી ગયા હોય તો બોલવામાં પણ તકલીફ થાય છે અને જમવામાં પણ ખુબ જ તકલીફ પડે છે.
સામાન્ય રીતે મોઢામાં ચાંદા પડે તો તેને મટતાં એકથી બે અઠવાડિયા થાય છે. પરંતુ આ સમય દરમિયાન અસહ્ય દુખાવો અને તકલીફ રહે છે. તેથી જેને પણ મોઢામાં ચાંદા પડે તેની પ્રાર્થના એક જ હોય કે ચાંદા તુરંત મટી જાય.
આજે તમને મોઢામાં પડેલા ચાંદા જતી એક જ દિવસમાં છુટકારો આપે એવા સરળ ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરવાથી મોઢામાં પડેલા ચાંદા થી તુરંત જ રાહત મળે છે.
1. મોઢામાં જ્યારે ચાંદા પડી જાય તો તેના દુખાવાથી રાહત મેળવવા માટે દિવસમાં બેથી ત્રણ વખત ચાંદા પડ્યા હોય ત્યાં ફટકડી લગાવો. જ્યારે તમે ફટકડી લગાવશો ત્યારે થોડી વખત બળતરા થશે પરંતુ પછી રાહત થઈ જશે.
2. જો મોઢામાં ચાંદા પડી ગયા હોય તો તેમાંથી રાહત મેળવવા માટે ટામેટા પણ ઉપયોગી છે. મોઢાના ચાંદામાં ટામેટા ઔષધી જેવું કામ કરે છે. તેના માટે કોગળા કરવાના પાણીમાં થોડો ટામેટાનો રસ ઉમેરીને કોગળા કરવાથી ચાંદા મટે છે.
3. બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ મોઢાના ચાંદા ની તકલીફ દૂર કરી શકાય છે. તેના માટે જ્યાં ચાદુ પડ્યું હોય કે થોડો બેકિંગ સોડા લગાવી દેવો. થોડીવારે ભાગ સુન્ન પડી જશે પછી ચાંદા મટી જશે. તેનો ઉપયોગ કરવા માટે બેકિંગ સોડામાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી.
4. નાળિયેરના તેલમાં જે ઔષધીય ગુણ હોય છે તે મોઢાના ચાંદા ને પણ મટાડે છે. તેના માટે નાળિયેરના તેલને રૂની મદદથી ચાંદા ઉપર લગાવવું. નાળિયેરના તેલમાં રહેલા એન્ટિ ફંગલ ગુણ ચાંદાને જડમૂળથી દૂર કરી દેશે.
5. ફુદીનો પણ મોઢાનાં ચાંદાની સમસ્યાથી મુક્તિ અપાવે છે. તેના માટે ફુદીનાનું તેલ અથવા તેનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ચાંદા ઉપર લગાડવો.
6. એક સંશોધન અનુસાર એલોવેરા જેલ માં એવા તત્વો હોય છે જે મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે. એલોવેરા જેલને ચાંદા પર લગાડવાથી પણ ચાંદા મટી જાય છે.
7. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. તે કોઈ પણ ઘાની જેમ ચાંદાને પણ મટાડે છે. તેના માટે હળદર માં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને તેને ચાંદા પડ્યા હોય તે લગાડી દો. 10 થી 15 મિનિટ પછી કોગળા કરી લેવાથી ચાંદામાં રાહત થાય છે.
8. તુલસીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના ચાંદા દૂર કરે છે. દિવસમાં ચારથી પાંચ વખત તુલસીના પાનને થોડા ચાવીને ચાંદા પડ્યા હોય ત્યાં લગાવી દેવા. આમ કરવાથી ચાંદામાં રાહત થાય છે.