શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે અને નવા રોગ વધતા અટકે છે. શેકેલા ચણા ખાવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ તો થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે.
શેકેલા ચણા માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે સાથે જ તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે વજન વધવા દેતા નથી. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે શેકેલા ચણા ખાવા જોઈએ તેને ખાવાથી અનિયંત્રિત ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
શેકેલા ચણા ખાવાથી પેશાબ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. શેકેલા ચણા ગોળ સાથે ખાવાથી પેશાબ સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થાય છે.
જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને વારંવાર બીમાર પડતા હોય તેમણે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. શેકેલા ચણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.
લોહીની ઉણપ દૂર કરવા માટે શેકેલા ચણા અતિ ઉપયોગી છે. શરીરમાં આયર્નની ઊણપ હોય તો એનિમિયા થઈ જાય છે. તેવામાં શેકેલા ચણા ખાવાથી શરીરની આ ઊણપ દૂર થાય છે.
કફ થઈ ગયો હોય તો શેકેલા ચણા ગરમ હોય ત્યારે ખાવાથી શરદી ઉધરસ અને કફ થી છુટકારો મળે છે. નાકમાંથી પાણી આવતું હોય ત્યારે પણ શેકેલા ચણા ખાઈ લેવાથી નાકમાંથી નીકળતું પાણી બંધ થાય છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે પણ શેકેલા ચણા લાભકારી છે. શેકેલા ચણા ખાવાથી રક્ત વાહિનીઓ મજબૂત થાય છે અને બ્લોકેજ થતું અટકે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.
શેકેલા ચણામાં ફાયબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચનમાં સુધારો કરે છે. શેકેલા ચણા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ પણ દૂર થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે શેકેલા ચણા ખૂબ જ લાભકારક છે. શેકેલા ચણા માં એવા તત્વો હોય છે જે રક્તમાં હાજર ખાંડને નિયંત્રિત કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.