ફકત 1 અઠવાડિયામાં આખા શરીરનો દુખાવો દૂર કરવો હોય તો કરો આ કામ

શરીરમાં જો ક્યારેક કોઈ દુખાવો થતો હોય તો તેને સામાન્ય ગણી શકાય. પરંતુ જો દુખાવા કાયમી હોય તો તેનો ઈલાજ કરવો જરૂરી છે. શરીરના કેટલાક દુખાવા એવા હોય છે કે જેનાથી મુક્તિ મેળવવા માટે લોકો પેઇનકિલર ખાતા હોય છે. પરંતુ પેન કિલર ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ દવા નિયમિત ખાવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

શરીરની નાની-મોટી સમસ્યાઓ માટે દવા ખાવાને બદલે ઘરેલુ ઉપાય કરવા જોઈએ. આજે તમને શરીરના આવા જ નાના-મોટા દુખાવાથી મુક્તિ મેળવવાના ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. આ ઉપચાર કરવાથી તમે દુખાવાથી છુટકારો મેળવી શકો છો અને તેનાથી કોઈપણ આડઅસર પણ નહીં થાય.

લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી હોય છે જે શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવાથી રાહત આપે છે. જો તમને સંધિવાની સમસ્યા હોય તો લસણનો ઉપયોગ કરવો જોઈએ.

ગઠીયા કે સંધિવાની સમસ્યાથી બચવા માટે કાચું લસણ ખાવાથી બમણો લાભ થાય છે. કાચું લસણ ખાવાથી દાંત નો દુખાવો પણ દૂર થાય છે. તેના માટે દુખતા દાંત પર લસણ અને મીઠાંની પેસ્ટ બનાવીને લગાવવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લવિંગનો ઉપયોગ કરીને પણ દુખાવા દૂર કરી શકાય છે. સાંધા, હાડકા, હાથ કે પગના દુખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેનાથી દુખાવાથી તુરંત જ રાહત મળશે.

ચેરી પણ દુખાવાથી કુદરતી રીતે રાહત આપે છે. જો શરીરમાં સોજા કે બળતરાની તકલીફ હોય તો તે ચેરી નો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. ચેરી ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે જેના કારણે સોજા અને દુખાવાથી રાહત મળે છે.

હળદર પણ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે જેના કારણે પેટની સમસ્યાઓ અને દુખાવા મટે છે. પેટનો દુખાવો હોય તો હળદરનું સેવન કરવું અને પેટ ઉપર હળદર થી માલીશ કરવાથી દુખાવો મટે છે.

પેટના દુખાવાથી રાહત મેળવવા માટે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકાય છે. દુખાવો દૂર કરવા માટે ફુદીનાનાં પાનની પેસ્ટ બનાવી અને દુખાવો હોય તે જગ્યાએ લગાડવાથી દુઃખાવો મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!