ભોજનમાં આ વસ્તુઓ લેશો તો થોડા જ દિવસમાં તમારું વજન અડધું થઈ જશે

વજન ઓછું હોય અને શરીર એકદમ ફીટ હોય તો આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. એટલા માટે જ જો વજન વધે તો લોકો તુરંત જ તેને ઘટાડવાના પ્રયત્નો શરૂ કરી દે છે. વધારે વજન હોય તો શરીરમાં અનેક રોગ પ્રવેશી જાય છે.

પરંતુ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે વધેલું વજન ઝડપથી ઘટતું નથી. પરંતુ આજે તમને એક એવો ઉપાય જણાવી એના અમલમાં મુકવાથી તમારું વજન ફટાફટ ઘટી શકે છે.

વજન ઘટાડવું હોય તો તમારા દૈનિક આહારમાં તમારે પાંચ વસ્તુઓનો સમાવેશ કરવો પડશે. આ 5 વસ્તુઓ નો દૈનિક આહારમાં સમાવેશ કરશો તો તમારું વજન ફટાફટ ઊતરવા લાગશે. તો ચાલો તમને જણાવીએ કે તમે કઈ રીતે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો.

રોજ સવારે ખાલી પેટ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને પી જવાથી વજન ફટાફટ ઉતરે છે. મધમાં ફ્લેવોનોઈડ્સ, એન્ઝાઈમ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. સવારે હૂંફાળા પાણી સાથે પીવાથી શરીરને ઊર્જા મળે છે અને શરીરનું મેટાબોલિઝમ વધે છે જેને કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન ઝડપથી ઓછું કરવા માટે પલાળેલી કિસમિસ પણ ઉપયોગી છે. તેના માટે રાત્રે પાણીમાં કિસમિસને પલાળી દેવી અને સવારે તેનું સેવન કરવું. પલાળેલી કિસમિસને સવારે ચાવીને ખાઈ જવી અને પાણી પણ પી જવું. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઝડપથી ઘટે છે.

પલાળેલી બદામ ખાવાથી પણ વધારે વજનની સમસ્યા ઝડપથી દૂર થાય છે. બદામમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે જેને સવારે ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી. રોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાઈ લેવાથી વજન ઝડપથી ઘટે છે.

બદામ ની જેમ પલાળેલા અખરોટ ખાવાથી પણ વજન ફટાફટ ઘટશે. પલાળેલા અખરોટના એન્ટિઓક્સિડન્ટ વજન ઘટાડે છે અને સાથે બ્લડપ્રેશરને પણ ઘટાડે છે. સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરની ચરબી ઝડપથી બળે છે. વળી તેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે.

શરીરનું વજન ઝડપથી ઘટાડવા માટે જવારા નો રસ પણ ઉપયોગી છે. નિયમિત રીતે સવારે ખાલી પેટ જવારાનો રસ પીવાથી પાચન તંત્ર સારું રહે છે અને શરીરની ચરબી પણ જલ્દી ઉતરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!