ફુદીનાનો ઉપયોગ સૌથી વધારે પાણીપુરીનું પાણી બનાવવામાં અને ચટણી બનાવવામાં થાય છે. પરંતુ ફુદીનાનું પાણી પીવાથી શરીરના રોગ પણ દૂર કરી શકાય છે. ફુદીનાનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
ફુદીના નો દવા તરીકે ઉપયોગ કરવા માટે ફુદીનાના પાનને સાફ કરી તેનો રસ કાઢી લેવો અને પછી પાણીમાં તેને મિક્સ કરીને પીવાનો હોય છે. આ રીતે ફુદીનાનું પાણી પીવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. કેટલીક તકલીફમાં તો તુરંત જ રાહત મળે છે.
ફુદીનામાં ઘણા પોષક તત્વો હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે. જેના કારણે ઉનાળામાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. ફુદીનાનું પાણી પીવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી અનેક રોગ દૂર થાય છે.
ફુદીનાનું પાણી પીવાથી શરીરને કેલ્શિયમ, પોટેશિયમ, ફોલેટ, કેરોટીન, વિટામિન કે એવા પોષક તત્વો મળે છે. નિયમિત રીતે ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ફુદીનાનું પાણી રોજ પીવાથી શરીર ઘણી બીમારીઓ સામે લડવા માટે સશક્ત બને છે. કેટલીક નાની-મોટી સમસ્યા તો આ પાણી પીવાની શરૂઆત કરો કે તુરંત જ મટી જાય છે. જેમકે ફુદીનાનું પાણી પીવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ તુરંત મટે છે.
નિયમિત રીતે જે ફુદીનાનું પાણી પીવે છે તેનું પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત રહે છે. ફૂદીનાને પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટો ન્યુટ્રીયન્ટ્સ હોય છે જે પાચન તંત્રને મજબૂત રાખે છે. અપચો, ઉબકા, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ હોય તો પાણીમાં ફુદીનાનો રસ ઉમેરીને પીવાથી તુરંત જ રાહત મળી જાય છે.
જે લોકોને કફની સમસ્યા હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેમણે ફુદીનાનું પાણી રોજ પીવું જોઈએ. ફુદીનાનું પાણી પીવાથી તાવ અને માથાનો દુખાવો પણ તુરંત જ દૂર થાય છે.
ફુદીનામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને કારણે થતી બીમારીથી રક્ષણ કરવામાં મદદ કરે છે. ઉનાળાના દિવસોમાં જ ગરમીના કારણે માથાનો દુખાવો રહેતો હોય તો ફુદીનાનું પાણી પીવાથી માથાનો દુખાવો મટી જાય છે.
ફુદીનાનું પાણી નિયમિત રીતે પીવાથી એલર્જી અને ત્વચાના રોગો પણ મટે છે. નિયમિત રીતે જ ફુદીનાનું પાણી પીવે છે તેની ત્વચા ઉપર ખીલ, કરચલીઓ, ટેનિંગ વગેરે થતા નથી.