આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે જેના કારણે હૃદય ઉપર જોખમ વધી જાય છે. બેઠાડું જીવનશૈલી અને ફાસ્ટ ફૂડનું સેવન કરવાના કારણે કોલેસ્ટરોલ વધે છે અને નાની ઉંમરમાં હાર્ટએટેકનો ભય વધે છે. તેવામાં આજે તમને જણાવીએ કે હાર્ટએટેકથી આજીવન બચીને રહેવું હોય તો આહારમાંથી કેટલી વસ્તુઓ ને દૂર રાખવી જરૂરી છે.
1. હાર્ટ એટેકના હુમલાથી બચવું હોય તો સૌથી પહેલાં બટેટા અને કોર્ન ચિપ્સ નો ઉપયોગ ટાળવો. વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ બન્ને વસ્તુ માં ટ્રાન્સલેટ અને કાર્બોહાઇડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. વળી બટેટા અને મકાઈ ની ચિપ્સ માં મીઠાનું પ્રમાણ પણ વધારે હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
2. વધારે પ્રમાણમાં સોડા નું સેવન કરવાથી પણ હાર્ટ ઉપર જોખમ વધે છે. સોડા નુ સેવન કરવાથી બ્લડ સુગર વધે છે સાથે જ ધમની ઉપર સ્ટ્રેસ આવે છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ઘણા લોકો ડાયેટ સોડાનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં કરે છે પરંતુ આ સોડા પણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે.
3. નાના બાળકો છે તેને મોટા સુધી બધાને ચાઈનીઝ ફૂડ નો ક્રેઝ હોય છે. પરંતુ આ ચાઇનીઝ ભોજનમાં ચરબી સોડિયમ કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરનું બ્લડ શુગર વધારી દે છે. એટલું જ નહીં એકવાર ચાઈનીઝ ખાધા પછી ઘણા દિવસો સુધી બ્લડ શુગર લેવલ વધતું રહે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
4. તળેલું ચિકન ખાવાથી પણ સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તળેલી ચિકનમાં ચરબી વધારે પ્રમાણમાં હોય છે વળી તેને ગરમ કરવાથી પેટ પણ વધી જાય છે. તળેલું ચીકન ખાવાથી તેમાં રહેલા વિટામિન નો નાશ થઈ જાય છે અને તે હાર્ટને નુકસાન કરે છે.
5. પીઝા ખાવા થી પણ હૃદયનું જોખમ ઊભું થાય છે. પીઝા માં પણ કાર્બોહાઈડ્રેટ અને સોડિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરમાં ચરબી વધારે છે. પીઝા સોસ માં પણ સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જેનું સાથે સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
6. લાલ માંસમાં પણ ચરબી અને સોડિયમ ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.