શાકભાજીની ખરીદી સાથે મીઠો લીમડો ફ્રી માં મળતો હોય છે. મીઠા લીમડાના પાનનો ઉપયોગ દાળ, કડી, શાક ના વઘારમાં કરવામાં આવે છે. તેના ઉપયોગથી ભોજનનો સ્વાદ વધી જાય છે. પરંતુ ભોજનનો સ્વાદ વધારતો આ મીઠો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જે ઘણા રોગોને દૂર કરે છે.
મીઠો લીમડો પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન ઈ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર બરાબર રીતે કામ કરે છે. મીઠો લીમડો એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ધરાવે છે.
મીઠો લીમડો પોષક તત્વોથી ભરપુર હોય છે જેના કારણે શરીરના અલગ અલગ રોગને દૂર કરી શકાય છે. આજે તમને વિગતવાર જણાવીએ કે મીઠા લીમડાનો ઉપયોગ કરીને કયા રોગ દૂર કરી શકાય છે.
વધારે પ્રમાણમાં બહારનું ભોજન ખાવાથી લીવરમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે. તેવામાં ભોજન મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણ શરીરમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
કલાકો સુધી કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસીને કામ કરવાથી અને મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી આંખનું તેજ ઘટવા લાગે છે. વળી કેટલાક લોકોને રતાંધળાપણા ની સમસ્યા પણ હોય છે. આંખોની આ પ્રકારની સમસ્યાને મીઠા લીમડાનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે.
મીઠા લીમડામાં વિટામીન-એ હોય છે જે આંખનું તેજ વધારે છે. ભોજનમાં મીઠો લીમડો લેવાથી તેમાં રહેલા પોષક તત્વો પેટમાં જાય છે અને પાચનક્રિયાને સુધારે છે. જેના કારણે કબજીયાત ઝાડા જેવી તકલીફ થતી નથી.
મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ દૂર થાય છે તેના ઉપયોગથી ત્વચા પર પડેલા ડાઘા, ખીલ દૂર થાય છે. મીઠા લીમડાના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી જોઈએ. તેમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ તત્વો ત્વચાની સુંદરતા વધારે છે.
આપણા શરીરનું દરેક અંગ ખૂબ જ મહત્વનું છે પરંતુ તેમાં સૌથી વધારે રદય મહત્વનું છે. હૃદયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. તેવામાં ભોજનમાં મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જામતું નથી જેને કારણે હૃદયરોગ થવાનું જોખમ રહેતું નથી.
ડાયાબિટીસના જે દર્દીઓને વારંવાર બ્લડ શુગર વધી જતું હોય તેમણે મીઠા લીમડાનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. મીઠો લીમડો શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને વધારે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયાબીટિસની સમસ્યાથી છુટકારો મળે છે.