આ વસ્તુ લેશો તો લોહીની કમી પૂરી થઈ જશે, કેન્સરના ઇલાજમાં પણ ઉપયોગી

દરેક ઘરમાં મગનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગે મગને દાળ તરીકે ખાવામાં આવે છે. પરંતુ જો તમે મગને ફણગાવીને ખાવ છો તો તેનાથી શરીરને અનેક લાભ થાય છે. નિયમિત રીતે એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં પ્રોટીન અને વિટામીનની ઉણપ દૂર થાય છે.

નિયમિત રીતે અંકુરિત મગ ખાવાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. ફણગાવેલા મગમાં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સેલેનિયમ, ફોલેટ, વિટામીન એ, વિટામીન કે, વિટામિન ઈ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વ્યક્તિ નિયમિત તેનું સેવન કરે છે તેની કેટલીક બીમારીઓ આજીવન થતી નથી.

મગને ફણગાવવા માટે રાત્રે એક બાઉલ પાણીમાં એક મુઠ્ઠી મગ પલાળી રાખો. સવારે મગને પાણીમાંથી કાઢી અને કપડામાં બાંધી અને એક વાસણમાં મૂકી ઢાંકી રાખો. થોડા જ કલાકોમાં મગમાં અંકુર ફૂટી જશે. હવે આ ફણગાવેલા મગનો સવારે નાસ્તામાં ઉપયોગ કરવો.

નિયમિત રીતે ફણગાવેલા મગ ખાવાથી હૃદય નું સ્વાસ્થ્ય સારું રહે છે, કોઈપણ પ્રકારની હ્રદયની બીમારીઓથી પછી શકાય છે. કારણ કે ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે જેના કારણે હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય સવારે નાસ્તામાં અંકુરિત મગ ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ દૂર થાય છે. અંકુરિત મગ ખાવાથી ખાસ તો પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ફણગાવેલા મગમાં સાયબર વધારે પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી કબજિયાત, અપચો, પેટનું ભારે પણું દૂર કરે છે. નિયમિત રીતે સવારે નાસ્તામાં અંકુરિત મગ ખાવાથી પાચનતંત્ર ની સમસ્યાઓ દૂર થાય છે.

જે લોકોનું વજન વધારે હોય અને તેમને વધારે વજનથી છુટકારો જોઈતો હોય તો ફણગાવેલા મગ ખાવાથી આ શક્ય બને છે. ફણગાવેલા મગ શરીરના મેટાબોલીક રેટ ને સુધારે છે જેના કારણે શરીરનું વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

ફણગાવેલા મગ સવારે ખાવાથી આખો દિવસ શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે અને શરીરને ફિટ રહે છે. ફણગાવેલા મગમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ગુણ હોય છે જે કેંસર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડવા માં મદદ કરે છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં કેન્સરને વધારતા ફ્રી રેડિકલ્સ દૂર થાય છે. તેથી રોજ સવારે ફણગાવેલા મગ ખાવાથી કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અંકુરિત મગ નું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે જેના કારણે ચક્કર આવવાની સમસ્યાથી મુક્તિ મળે છે. ફણગાવેલા મગમાં શક્તિ વધારનાર ગુણ હોય છે જે શરીરને ઊર્જાવાન રાખવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ થી પણ મુક્તિ મળે છે. તેનાથી એનિમિયા જેવી બીમારીથી છુટકારો મળે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં લાલ રક્તકણો વધે છે જેને કારણે લોહીની ઊણપ દૂર થાય છે.

ફણગાવેલા મગ ખાવાથી ત્વચા સંબંધી સમસ્યાથી પણ મુક્તિ મળે છે. મગ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે ત્વચા સંબંધિત વિકારોને દૂર કરે છે. જે લોકો સવારે નાસ્તામાં ફણગાવેલા મગ રોજ ખાય છે તેમની ત્વચા અને વાળને ચમકતા રહે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!