ગમે તેવો માથાનો દુખાવો ફક્ત 5 મિનિટમાં મટી જશે, કરો આ કામ

આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોની જિંદગી માનસિક તણાવ ભરી થઈ ગઈ છે. સતત સ્ટ્રેસના કારણે માઈગ્રેન અને અન્ય માથાના દુખાવા રહે છે. જ્યારે પણ માઈગ્રેન કે માથાનો દુખાવો થાય તો માથું ભારે થઈ જાય છે અને કોઈ પણ કામમાં મન લાગતું નથી.

ખાસ કરીને માઈગ્રેનનો દુખાવો અસહ્ય હોય છે. જો આ બીમારીનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તે ઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે. તો ચાલો આજે તમને માઈગ્રેનની સમસ્યા થી મુક્તિ અપાવે તેવો સરળ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી પાંચ જ મિનિટમાં માઈગ્રેનના કારણે દુખતું માથું ઉતરી જાય છે.

માઈગ્રેન થાય છે ત્યારે ભૂખ ઘટી જાય છે અને અડધા માથામાં તીવ્ર પીડા થાય છે. ઘણીવાર ઊલટીઓ પણ થવા લાગે છે અને ઉબકા પણ આવે છે. જ્યારે માથું દુખતું હોય ત્યારે અવાજ અને લાઈટથી ગભરામણ થાય છે અને દુખાવા વધવા લાગે છે. આવી સ્થિતિ હોય ત્યારે તમે નીચે દર્શાવ્યા અનુસાર ના ઉપાય કરી શકો છો.

1. સૌથી પહેલો ઉપાય દેશી ઘીથી કરવાનો છે. આ ઉપાય કરવાથી માઈગ્રેનનો દુખાવો તુરંત જ દૂર થાય છે. નિયમિત રીતે આ ઉપાય કરશો તો માઈગ્રેનની સમસ્યા થી કાયમી મુક્તિ મળી જશે. તેના માટે દેશી ઘીને ગરમ કરી અને તેના બે ટીપાં નાકમાં નાખવાના છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. બીજો ઉપાય કરવા માટે તમને લવિંગ ની જરૂર પડશે. લવિંગમાં એવા ગુણ હોય છે જે માથાનો દુખાવાને દૂર કરે છે. માથુ જ્યારે દુખવાનું શરૂ થાય ત્યારે લવિંગ પાવડર અને દૂધમાં મિક્સ કરીને પી લેવું.

3. નિયમિત રીતે એક સફરજન ખાવાથી પણ માઈગ્રેનની સમસ્યા થી મુક્તિ મળી શકે છે.

4. આદુ પણ તમને માઈગ્રેનથી મુક્તિ અપાવી શકે છે. તેના માટે આદુનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. આદુ અને મધ પીવાથી દુખાવો તુરંત દૂર થાય છે અને મૂડ પણ સુધરે છે.

5. માથું જ્યારે સખત દુખતું હોય ત્યારે કાકડીના ટુકડા કરીને તેને માથા પર ઘસવી. તમે કાકડી ને સુંઘી પણ શકો છો. આ ઉપાય કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!