આ મિશ્રણ પીશો તો પાચનશક્તિ વધવાની સાથે વજન પણ ઓછું થઈ જશે

આદુ અને લીંબુના એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. આપણને વસ્તુઓનો ઉપયોગ કર્યા વિના રસોઈનો સ્વાદ અધુરો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બન્ને વસ્તુઓ નું મિશ્રણ તમારા શરીરને આ જીવન નિરોગી રાખી શકે છે ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે રસોડામાં રહેલા આદુ અને લીંબૂને મિક્સ કરીને લેવાથી શરીરને કયા કયા લાભ થાય છે.

આદુ લીંબુ સાથે લેવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં પણ જો તમે આદુ અને લીંબુ મિક્ષ કરીને ચા બનાવીને પીશો તો તમારા શરીરને અનેક રોગથી મુક્તિ મળી જશે. આદુ લીંબુની ચા પીવાથી શરીરને વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં મળે છે જેનો લાભ તુરંત જ શરીરમાં જોવા મળે છે.

નિયમિત રીતે આદુ અને લીંબુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. તેમાં રહેલા ફ્રી રેડીકલ શરીરમાંથી હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને વાયરલ રોગ સામે લડવાની શરીરને ક્ષમતા આપે છે.

પાચન તંત્ર સંબંધિત સમસ્યા હોય તો આદુ અને લીંબુ માં સંચળ ઉમેરી ને પીવાથી તુરંત જ રાહત થાય છે. આદુ લીંબુ ની ચા પીવાથી સ્થૂળતાની તકલીફ પણ દૂર થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આદુ લીંબુની ચા પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને વજન ઝડપથી ઘટે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિરોધક ક્ષમતા વધે છે. આદુની ચા પીવાથી યાદશક્તિ પણ વધે છે અને મગજની કાર્યક્ષમતા વધે છે.

આદુ લીંબુ ની ચા શરીરમાં બળતરાને દૂર કરે છે કારણ કે તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આદુની ચા પીવાથી અલ્ઝાઇમર રોગનું જોખમ પણ ઘટાડે છે. નિયમિત રીતે આ ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે.

આદુની ચા પીવાથી શરીરમાંથી ઇન્ફેક્શન દૂર થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરના દુખાવા અને સોજા થી પણ રાહત મળે છે.

આદુ અને લીંબુનું મિશ્રણ માઈગ્રેનના દુખાવાને પણ દૂર કરે છે. સાથે જ મહિલાઓને માસિક સમયે થતા પેટના દુખાવાને પણ ઘટાડે છે.

આદુ લીંબુ ની જાનુ સેવન કરવાથી હૃદય રોગથી બચી શકાય છે. તેનું સેવન કરવાથી ધમનીઓમાં રક્ત પ્રવાહ સારી રીતે થાય છે અને લોહી જામતું અટકે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રોજ આદુ લીંબુ ની ચા પીવાથી દાંત અને પેઢા સ્વસ્થ રહે છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે જે શરીરના સંતુલન ને જાળવી રાખવામાં મદદ કરે છે. આદુ લીંબુની ચા પીવી લીવર માટે પણ ફાયદાકારક છે.

વાળ માટે પણ આદુ અને લીંબુ ખૂબ જ લાભકારી છે. આદુમાં સિલિકોન હોય છે જે વાળ નો ગ્રોથ વધારે છે. સાથે જ લીંબુ માં રહેલા એન્ટિ ફંગલ ગુણધર્મો માથામાં ખોડાની સમસ્યાથી રાહત આપે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!