સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. સાથે જ સલાડ પણ ખાવું જોઈએ. લીલા શાકભાજીમાંથી ફોલિક એસિડ, એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરને ઘણા રોગોથી બચાવે છે.
નિયમિત રીતે લીલા શાકભાજી અને સલાડનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જોકે આમાંથી મૂળા એક એવી વસ્તુ છે જે પોષક તત્વો નો ખજાનો છે. મૂળા અને મૂળાની ભાજીને પોષક તત્વો નો ખજાનો માનવામાં આવે છે.
તેમાં આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, કેલ્શિયમ સહિતના વિટામિન અને પોષક તત્વો હોય છે જે શરીરની પોષક તત્વોની ખામી ને દૂર કરી શરીરને ઊર્જાવાન બનાવે છે. આજે તમને જણાવીએ કે મૂળાનું સેવન કરવાથી શરીરને કયા કયા લાભ થાય છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો મૂળા તમને મદદરૂપ થઈ શકે છે. મૂળામાં એવા પોષક તત્વો હોય છે જે શરીરની ચરબીને ઓગાળે છે. તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે કારણ કે મૂળામાં જે ફાઇબર હોય છે તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે તમે કલાકો સુધી ભોજન થી દુર રહો છો અને પરીણામે વજન ઘટે છે.
મૂળાનું સેવન કરવાથી પાચનશક્તિ પણ વધે છે. મૂળામાં વીટામીન એ, બી અને સી હોય છે જે આંખનું તેજ પણ વધારે છે. સંબંધિત કોઈપણ રોગ હોય તો મૂળાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. જે નિયમિત મૂળાનું સેવન કરે છે તેની આંખોમાં નંબર આવતા નથી.
મૂળા અને મૂળાની ના પાન માં જે ફાઇબર હોય છે તે પાચન શક્તિને સુધારે છે. તેમાં રહેલું ફાઇબર પેટના રોગને દૂર કરે છે. તેનું સેવન કરવાથી ખાધેલો ખોરાક ઝડપથી પચી જાય છે પરિણામે ગેસ કબજીયાત જેવી તકલીફો થતી નથી.
ડાયાબિટીસના દર્દી માટે મૂળા અકસીર છે. તેમાં રહેલા એન્ટી ડાયાબીટીક ગુણ શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. આ સિવાય નિયમિત રીતે મૂળા ખાવાથી આંતરડા પણ ખરાબ થતા નથી.
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમના માટે સૌથી બેસ્ટ દવા છે. મૂળામાં એવા તત્વો હોય છે જે પથરી ના ટુકડા કરે છે અને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે.