ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂરનો ઉપયોગ ડ્રાયફ્રુટ તરીકે પણ કરવામાં આવે છે. ખજૂર સ્વાદમાં મીઠું હોય છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. ડ્રાયફ્રૂટ ની સરખામણીમાં ખજૂર સસ્તા ભાવે મળે છે. જો તમે આ વસ્તુ ખાવાની આદત ધરાવો છો તો તમારે ડોક્ટર પાસે જવાનો ખર્ચ બચી જશે.
ખજૂરમાં કાર્બોહાઈડ્રેડ, ફાઇબર, પ્રોટીન જેવા પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાંથી કેલ્શિયમ, આયરન જેવા ખનીજ પણ મળે છે. ખજૂર એવી વસ્તુ છે જેને મહિનાઓ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો.
ખજૂરની મીઠાશથી ડાયાબિટીસના દર્દીઓને પણ નુકસાન થતું નથી અને તેમાં કેલરીનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. એક રિપોર્ટ અનુસાર સો ગ્રામ ખજૂર માં 142 કેલેરી હોય છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.
જો તમે સવારે ખાલી પેટ ખજુર ખાવ છો તો પેટ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. રોજ સવારે ખજૂર ખાઈ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે.
પુરુષોના સ્તન વધી ગયા હોય તો સવારે ખજૂર ખાવાથી સ્તનમાં થતો વધારો અટકે છે. ખજૂર માં સૌથી વધારે ફાઇબર હોય છે જે પેટ માટે લાભકારી છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે નિયમિત ખજૂર ખાવું જોઈએ. તેમના માટે ખજૂર દવા સમાન કામ કરે છે.
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પાચન શક્તિ વધારે છે. ખજૂરનું સેવન કરવાથી પેટના ચાંદા છાતીની બળતરા અને એસીડીટી પણ દૂર થાય છે. તેના માટે દૂધ અને ખજૂર નું સાથે સેવન કરવું.
જે લોકોનું શરીર દુબળું પાતળું હોય અને વજન વધારવું હોય તો તેમણે ખજૂર ખાવાની શરૂઆત કરી દેવી. તેમાં રહેલું ડાયટરી ફાઇબર ભૂખ વધારવામાં મદદ કરે છે.
જે લોકોને શરદી ઉધરસ હોય અને મોટા ન હોય તેમણે ગરમ દૂધ સાથે ખજૂર લેવું જોઈએ. આ રીતે રાત્રે ખજૂર ખાવાથી શરદી ઉધરસ કફ મટે છે. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર ખાવાથી ફાયદો થાય છે.
ખજૂર ખાવાથી વાળ ની કોશિકા પણ મજબૂત થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય જો તમે રોજ ખજુર ખાવ છો તો તમારા વાળ ડ્રાય પણ થતા નથી.
ખજૂર ખાવાથી ચહેરા પર ચમક વધે છે. તેનું સેવન કરવાથી ચહેરા પર થતી વધતી ઉંમરની અસર ધીમી પડે છે. રોજ સવારે ખજૂર ખાવાથી શરીરની ઊર્જા વધે છે. તેમાં રહેલું ગ્લુકોઝ એનર્જીને બૂસ્ટ કરે છે અને દિવસ દરમ્યાન થાક અને આળસથી અનુભવાતા નથી.