ફક્ત 7 દિવસમાં પેટની ચરબી ઓછી કરવી હોય તો પી લો આ ડ્રીંક

આજકાલ વજન ઓછું કરવા માટે ડીટોકસ ડ્રીંક નું ચલણ વધ્યું છે. ડીટોકસ ડ્રીંક શરીરની પાચન શક્તિને સુધારે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડીટોકસ ડ્રીંક પીવાથી શરીરના ટોક્સિન બહાર નિકળી જાય છે અને મેટાબોલીઝમ લેવલ વધે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે અને વજન સરળતાથી ઘટે છે.

ત્યારે આજે તમને વજન ફટાફટ ઘટાડે તેવા 5 ડીટોકસ ડ્રીંક વિશે જણાવીએ. આ ડીટોકસ ડ્રીંક તમે દિવસમાં બે વખત એક અઠવાડિયું પણ પીશો તો તમારા વજનમાં તમે ઘટાડો અનુભવશો.

1. ખસખસ નું પાણી પીવાથી વજન ઘટે છે. ખસખસ ની તાસીર ઠંડી હોય છે. તેનું પાણી બનાવવું પણ સરળ છે. તેના માટે ખસખસ ને ગરમ પાણીમાં ઉમેરીને બરાબર ઉકાળી લો. પાણી નીકળી જાય પછી તેને ઠંડુ કરીને ગાળીને બોટલમાં ભરી લો. આ પાણી તમે આખો દિવસ પીવો તો વજન સરળતાથી ઘટે છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

2. ધારણાની મદદથી પણ પાચનતંત્ર સુધરે છે. પાચન સંબંધી સમસ્યાઓ ધાણામાં રહેલા ફાઈબર દૂર કરી દે છે. આ સાથે જ દાણાનું સેવન કરવાથી શરીરને મિનરલ્સ, વિટામીન, કેલ્શિયમ ફોલિક એસિડ સહિતના ખનીજ તત્વો મળે છે. આ પીણું બનાવવા માટે પાણીમાં રાત્રે ધાણાને પલાળીને રાખી દેવા. સવારે તેને ઉકાડીને ગાળીને બોટલમાં ભરી લેવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. જીરુ અને લીંબુનું પાણી પણ શરીરની કેલરીને બાડે છે અને વજન ઘટાડે છે. તેના માટે રાત્રે પાણીમાં જીરૂ પલાળીને રાખી દેવું. સવારે આ પાણી હૂંફાળું ગરમ કરી તેમાં લીંબુ મેળવીને પી જવો.

4. રાત્રે સૂતા પહેલાં મધ ખાવાથી શરીરની કેલરી ઝડપથી બળે છે. મધમાં મિનરલ્સ અને વિટામિન્સ અને હેલ્ધી ફેટ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તજ અને મધ વાળું પાણી પીવાથી પેટની ચરબી ઝડપથી ઓગળે છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં તજનો પાઉડર અને મધ ઉમેરીને પીવું.

5. મેથીના દાણા માં પુષ્કળ પ્રમાણમાં કોપર, વિટામિન, મિનરલ અને ડાયટરી ફાઇબર હોય છે. તે એન્ટિઓક્સિડન્ટ તત્વો થી પણ ભરપૂર હોય છે. મેથી પલાળેલું પાણી પીવાથી ડાયાબિટીસ કબજિયાત સહિતની તકલીફો થતી તો મુક્તિ મળે જ છે પરંતુ સાથે જ વજન પણ ઘટે છે. તેના માટે પણ મેથીને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!