બેઠાડું જીવન શૈલીના કારણે કબજીયાતની સમસ્યા દર ત્રીજી વ્યક્તિને જોવા મળે છે. કબજિયાતના કારણે સવારે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે. તેમાં પણ પેટ સાફ ન આવે તો આખો દિવસ પેટમાં દુખાવો સહન કરવો પડે છે અને શરીરમાં ઉર્જા ની ખામી અને આળસ પણ રહે છે.
કબજિયાત એવી તકલીફ છે જેના કારણે શરીરમાં અન્ય તકલીફો પણ આવે છે. જેના કબજિયાત રહેતી હોય તે પેટમાં દુખાવો, પેટ ફુલી જવું, એસીડીટી વગેરે તકલીફ પણ પીડાતા હોય છે.
ત્યારે આજે તમને પેટના દુખાવાથી છુટકારો આપે તેવા ઉપાયો વિશે જણાવીએ.અહીં દર્શાવેલા ઘરગથ્થુ ઉપચાર કરવાથી કબજિયાતની તકલીફ માંથી કાયમી મુક્તિ મળી શકે છે.
આ ઉપાય રાત્રે કરી લેશો તો સવારે સરળતાથી પેટ સાફ આવી જશે. તો જો તમે પણ કબજિયાત કે તેનાથી સંબંધિત કોઈ સમસ્યાથી પીડિત છો અને કબજિયાતથી છૂટકારો મેળવવો છે તો આ ઉપાય તુરંત જ કરો.
સૌથી પહેલા તો જમ્યા પછી તરત જ સૂઈ જવાનું બંધ કરી દો. જમ્યા પછી તુરંત જ સૂઈ જવાથી પેટ સંબંધી તકલીફો થાય છે. આ સિવાય જેને કબજિયાત થઈ ગઈ હોય છે તેને ખાવા પ્રત્યે પણ અરુચી થઇ જાય છે. ત્યારે તમને આજે એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે અને કબજીયાતથી છુટકારો મળે છે.
આ વસ્તુ એવી છે જેનું સેવન કરવાથી એસિડિટી થી પણ છુટકારો મળે છે. એટલે કે આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો સવારે કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે અને સાથે જ એસીડીટી પણ સતાવશે નહીં.
કબજિયાત સહિતના પેટના રોગોને દૂર કરવા માટે તમારે એરંડા ના તેલ ની જરૂર પડશે. એરંડાના તેલમાં એવા તત્વ હોય છે જે કબજિયાતથી રાહત આપે છે. એરંડામાં રહેલા રેચક ગુણધર્મ આંતરડાને અંદરથી સાફ કરી નાખે છે. પરિણામે જો તમે રાત્રે તેનું સેવન કરો છો તો સવારે પેટ ખુલાસા બંધ સાફ આવી જાય છે.
તેના માટે રાત્રે સૂતાં પહેલા દૂધ ને ગરમ કરવું અને તેમાં બે ચમચી એરંડાનું તેલ ઉમેરીને પી જવું. આ દૂધ પી લેવાથી કબજીયાત થી તુરંત જ મુક્તિ મળે છે. આ તેલનો ઉપયોગ કરીને સાંધાના દુખાવાને પણ દૂર કરી શકાય છે. આ તેલમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે જે સાંધાના દુખાવાથી છુટકારો આપે છે.