આપણા શરીરનું દરેક અંગ ખૂબ જ મહત્વનું છે. દરેક અંગનું એક ચોક્કસ કામ છે. દરેક પોતાની રીતે આ કામ કરે છે જેના કારણે આપણું જીવન અને શરીર બરાબર રીતે ચાલે છે. આવું જ એક મહત્વનું અંગ છે આપણા પેટ ઉપર આવેલી નાભિ.
બાળકનો જન્મ થયો ન હોય ત્યારે તે પોતાની માતા સાથે નાભિ વડે જોડાયેલું હોય છે. તેનાથી જ તેને પોષણ અને જીવન મળે છે. જન્મ પછી પણ નાભી આપણા સ્વાસ્થ્ય ની સારું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા શરીરની અલગ-અલગ તકલીફોને નાભિ દૂર કરી શકે છે.
જાણીને નવાઈ લાગશે પરંતુ નાભિ માં તેલ લગાવીને શરીરના ઘણા રોગોને દુર કરી શકાય છે. આજે તમને જણાવીએ કે નાભિ પર તેલ લગાડવાથી શરીરને કેટલા લાભ થાય છે અને કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.
નાભી ઉપર તેલ લગાવવાથી સૌથી પહેલો ફાયદો ત્વચા ને થાય છે. નિયમિત રીતે નાભિ પર તેલ લગાડવાથી ત્વચાને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝર મળે છે. તેનાથી ત્વચા પર ચમક આવે છે અને ત્વચા ફાટતી નથી.
નાભિ પર તેલ લગાડવાથી પેટ સંબંધી સમસ્યાથી પણ છુટકારો મળે છે. જો તમને વારંવાર એસીડીટી થઈ જતી હોય અથવા તો પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા રહેતી હોય તો નાભી ઉપર રાત્રે તેલ લગાડવું. આમ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
મહિલાઓને માસિક સમયે જો વધારે દુખાવો થતો હોય તો નાભિ પર તેલ લગાડવાથી આ દુખાવો પણ મટે છે. આ સાથે જ નાભિ પ્રજનન ક્ષમતા સાથે પણ જોડાયેલી છે. પ્રજનન ક્ષમતા વધારવી હોય તો નાભિ માં તેલ લગાડવું જોઈએ. નાભીમાં નારિયેળનું તેલ લગાડવાથી પ્રજનન ક્ષમતા વધે છે.
આંખ નબળી પડી ગઈ હોય અને ચશ્મા આવી ગયા હોય તો પણ નાભી પર નારિયળનુ તેલ ભરવું જોઇએ. તેનાથી આંખની રોશની વધે છે અને નંબરથી પણ છુટકારો મળે છે.
ચહેરા પર ખીલ, ડાઘા, કરચલીઓ થઈ ગયું હોય તો નાભિમાં બદામનું તેલ લગાડવું. તેનાથી ત્વચા પર કુદરતી રીતે ચમક અને સૌંદર્ય વધશે.
જો ઘૂંટણ ના દુખાવા, હાથ પગ ના દુખાવા કે સાંધાના દુખાવા હોય તો નાભિમાં રોજ સરસવનું તેલ લગાડો. તેનાથી આ પ્રકારના દુખાવાથી છુટકારો મળે છે. નાભીમાં સરસવનું તેલ લગાડવાથી ખરતા વાળ પણ અટકે છે.
નાભીમાં જૈતૂનનું તેલ લગાડવાથી પણ ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે. આ તેલ લગાડવાથી વધતું વજન અટકે છે અને સાંધાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.