કોરોના મહામારી ના કારણે લોકોની લાઈફ માં ખૂબ જ ફેરફાર થયા છે. મહિનાઓ સુધી લોકો ઘરમાં રહ્યા હતા જેના કારણે તેમની લાઇફ સ્ટાઇલમાં ધરખમ ફેરફાર થયા. બેઠાડું જીવનશૈલી, શારીરિક શ્રમનો અભાવ અને સ્ટ્રેસના કારણે લોકોનું વજન ઝડપથી વધ્યું. ઘરે બેઠા લોકોનું વજન તો ઝડપથી વધુ પરંતુ પછી ઘટવામાં પરસેવો વળી જાય છે.
આવી જ સ્ટોરી છે આ મહિલાની. આ મહિલા નું વજન 155 કિલો હતું. વધારે વજનના કારણે તેને ખૂબ જ સમસ્યા થઈ રહી હતી. સાથે જ તેને લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. તેવામાં તેની ઇચ્છા હતી કે લગ્ન સુધી માટે ઓછામાં ઓછું 70 કિલો વજન ઓછું કરે જેથી તે લગ્ન માં ફિટ થઈ જાય.
આ કામ કરવા માટે તેણે મહેનત શરૂ કરી અને 2022માં જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તેનું વજન 85 કિલો થઇ ગયું હતું. તેને લગ્ન પહેલા કેવી રીતે વજન ઘટાડ્યું ચાલો તમને જણાવીએ.
જણાવ્યા અનુસાર તે ખાણીપીણીની શોખીન હતી. તે સપ્તાહમાં ચાર વખત બહારનું ભોજન કરતી અને જંકફૂડનું સેવન પણ કરતી. જેના કારણે તેનું વજન વધી ગયું.
તેણે વજન ઘટાડવા માટે લાખોનો ખર્ચ પણ કર્યું. પરંતુ ખરેખર મદદ તેને કેલેરી બર્ન કરવાથી મળી. તેણે પોતાના ડાયટ પર કંટ્રોલ કર્યો અને સાથે જ ઘરમાં એવી ફિઝિકલ એક્ટિવિટી કરવાની શરૂઆત કરી જેનાથી તેની કેલરી બર્ન થાય.
તેનું જણાવ્યું હતું કે જ્યારે તેનું વજન વધારે હતું ત્યારે તે કોઈ પણ કામ કરી શકતી ન હતી. તેને રાઇડ્સમાં બેસવા નો શોખ હતો પરંતુ વધારે વજન હોવાના કારણે તેને રાઇડ્સમાં બેસવા દેવામાં આવતી નહીં.
આ બધી જ સ્થિતિના કારણે તેણે નક્કી કરી લીધું કે તેને વજન ઘટાડવું છે. વળી તેને વધારે વજનના કારણે બ્લડપ્રેશર પણ રહેતું અને પીઠમાં પણ દુખાવો થતો. ધીરે-ધીરે તેનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું. આવી સ્થિતિમાં તેણે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરી લીધું.
તેને વજન ઓછું કર્યા પછી શરીરમાં વધેલી ત્વચાને કાઢવા માટે ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી પણ કરાવી. તેણે પોતાના વર્કઆઉટ ના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. આ મહિલાએ પોતાના ડાયટમાં કંટ્રોલ કરીને, વર્કઆઉટ કરીને અને કેલરી બર્ન કરીને પોતાનું વજન ઝડપથી ઘટાડ્યું છે.