વજનનો વધારો એક બીમારી છે. આ બીમારીને કંટ્રોલમાં કરવામાં આવે તો શરીરમાં અનેક રોગ પ્રવેશ કરી જાય છે.. જેથી જ્યારે વજન વધવાની શરૂઆત થાય ત્યારે જ કેટલાક ઉપાયો કરી લેવા જોઈએ. આ ઉપાયો કરી લેવાથી સ્થૂળતા વધતી નથી.
જ્યારે શરીરની જરૂર કરતાં વધારે કેલરી શરીરમાં જાય છે ત્યારે તે ચરબીના સ્વરુપમાં શરીરમાં જમા થાય છે. રોજ શરીરની જરૂર થી વધારે કેલરી શરીરમાં જાય તો ધીરે-ધીરે સ્થૂળતા વધવા લાગે છે.
સ્થૂળતા એ ખરાબ ભોજનના કારણે પણ થતી સમસ્યા છે. જ્યારે પોષણયુક્ત આહાર ને બદલે બિન આરોગ્યપ્રદ આહાર લેવામાં આવે તો સ્થૂળતા વધવા લાગે છે. વધારે વજનના કારણે ઘણી ગંભીર બીમારી પણ થઈ જાય છે.
આ સિવાય જે લોકોનું વજન વધારે હોય તેમને અન્ય સમસ્યાઓ પણ સામનો કરવો પડે છે. તેથી જો તમારું વજન પણ વધારે હોય તો આજથી જ વજનને ઓછું કરવા માટે તૈયારી શરૂ કરી દો.
આજે તમને વજન ઓછું કરવાના અને વધતા વજનને અટકાવવાના ઉપાયો જણાવીએ. જ્યારે તમારું વજન વધવાની શરૂઆત થાય ત્યારે આ ઉપાય કરી લેશો તો તમારું વજન વધતું અટકી જશે.. સાથે જ તમારું શરીર સ્વસ્થ અને મજબૂત થશે.
તમને જાણીને નવાઈ લાગશે કે સવારના સમયે પાણી પીને વજન ઓછું કરી શકાય છે. તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે કે વજન ઓછું કરવા માટે તેઓ સવારે હુંફાળા પાણીમાં લીંબુ અને મધ પિતા હોય છે. પરંતુ સવારે આ પાણી પીવાને બદલે તમારે રાત્રે આ પાણી પીવાનું છે
ફળ અને શાકભાજી ખાઈને પણ વજન ઓછું કરી શકાય છે. ફળો અને શાકભાજીમાં અનેક પોષક તત્વો હોય છે. ફળ ફાયબર થી પણ ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ થાય છે અને ઘણી બીમારીઓથી બચી જાય છે.
જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે દૈનિક આહારમાં સફરજન, સંતરા, પપૈયા, તરબૂચ, પાલક, રીંગણ, ભીંડા, દુધી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
આ સિવાય ભોજનમાં પ્રોટીન પણ વધારે લેવું જોઈએ. વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી શરીર તેનું પાચન ધીમે-ધીમે કરે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેનાથી સ્નાયુને ઉર્જા પણ મળે છે. તેથી વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ પ્રોટીન વધારે લેવું.
વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. જો ઊંઘ બરાબર ન થાય તો વજન વધે છે.. કારણકે ઊંઘ ન લેવાથી વારંવાર ભૂખ લાગે છે અને રાતના સમયે કોઈપણ વસ્તુ ખાવાથી વજન વધારાનું કારણ બને છે.
દિવસ દરમિયાન ગ્રીન ટી પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં રહેલા તત્વ શરીરને ઊર્જા આપે છે અને બીમારીઓથી પણ બચાવે છે. સાથે જ દિવસની શરૂઆત મેડિટેશનથી કરવી જોઈએ. દિવસ દરમિયાન પ્રાણાયમ જેવી પ્રવૃત્તિ કરવાથી પણ વજન ઘટે છે.