મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો કરો આ ઉપાય, 5 મિનિટમાં દુર્ગંધ ગાયબ થઈ જશે

ઘણા લોકોને મોઢામાંથી વાસ આવવા ની સમસ્યા હોય છે. મોઢામાંથી વાસ આવતી હોવાનું કારણ દાંતમાં થયેલો સડો, પેટની ખરાબી અને દાંતની સ્વચ્છતાનો અભાવ હોઈ શકે છે. આ કારણોને લીધે મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે.

આ સિવાય જે લોકોને કફની સમસ્યા હોય અને કબજિયાત રહેતી હોય તેના મોઢામાંથી પણ દુર્ગંધ આવી શકે છે. લોહીની ઊણપ જેવી તકલીફમાં પણ મોઢામાં દુર્ગંધ આવી શકે છે.

આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ હોય તો તેને પણ મોઢામાંથી વાસ આવવા ની તકલીફ રહે છે. સ્વચ્છ અને ફેફસા સંબંધિત ઇન્ફેક્શન હોય ત્યારે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ ઉપરાંત લીવર ની બીમારી હોય ત્યારે પણ આવી સમસ્યા થઈ શકે છે.

જેને પાયરીયાની બીમારી હોય તે વ્યક્તિના મોઢામાંથી પણ સતત દુર્ગંધ આવે છે. આ સિવાય જે લોકો જમ્યા પછી દાંત સાફ ન કરતા હોય તેના મોઢામાંથી પણ દુર્ગંધ આવે છે. જમવાની સાથે કાચી ડુંગળી, લસણની ચટણી, તમાકુ, માવા, ગુટકા થવાથી પણ મોઢાની દુર્ગંધ ની સમસ્યા રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો રાત્રે મોડે સુધી જાગે છે તેમના મોઢામાંથી પણ વાસ આવે છે. જે લોકો લાંબા સમય સુધી કંઈ પણ બોલતા ન હોય તેમના મોઢામાંથી પણ વાસ આવે છે.

મોઢામાંથી વાસ આવતી હોય તો તે વ્યક્તિ એ વિટામીન સી યુક્ત પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ સિવાય સવારે અને સાંજે મોઢાની બરાબર રીતે સફાઇ કરવી જોઇએ. જો દાંતમાં સડો થયો હોય તો ડૉક્ટરની સલાહ લેવી.

જે લોકોને ગળામાં કાંકડાની સમસ્યા હોય તેમણે હૂંફાળા પાણીમાં હળદર નાખીને તેનાથી કોગળા કરવા જોઇએ. આમ કરવાથી કાકડાની સમસ્યામાં રાહત મળે છે અને સાથે જ મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે.

પેટ ખરાબ હોય અને તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો હિમેજનું સેવન કરવાનું શરૂ કરો. હિમેશ ખાવાથી પેટ સાફ આવશે અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!