માથાનો ગમે તેવો દુખાવો ફક્ત એક જ દિવસમાં ગાયબ થઈ જશે

આજે તમને નાગરવેલના પાન થી થતા લાભ વિશે જણાવીએ. નાગરવેલના પાન નું સેવન કરવાથી શરીરની ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. નાગરવેલનાં પાનની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. નાગરવેલના પાન નું સેવન કરવાથી આ પોષક તત્વો શરીરને મળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

નાગરવેલનું પાન ખાવાથી મૂત્રમાર્ગ એકદમ સાફ અને નિરોગી રહે છે. વળી તે ભોજનને સારી રીતે પચાવે છે એટલા માટે જ ઘણા લોકોને જમ્યા પછી પાન ખાવાની આદત હોય છે.

જેનું અવાજ બેસી ગયો હોય તેમણે અવાજ ખોલવા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ પાન નો ઉપયોગ કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

શ્વાસનળીમાં આવેલો સોજો દૂર કરવો હોય તો નાગરવેલના પાનનો ઉપયોગ કરો. આ સિવાય છાતીમાં કફ જામી ગયો હોય તો નાગરવેલના પાન અને સરગવાની છાલનો રસ કાઢીને ત્રણ દિવસ સુધી દર્દીને આપવાથી સમસ્યા મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો વારંવાર ગેસ થતો હોય અથવા તો અપચાની તકલીફ હોય તો નાગરવેલના પાનનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને દર્દીને આપો. કાનમાં દુખાવા ની તકલીફ હોય તો નાગરવેલના પાનનો રસ કાઢીને તેનો થોડો ગરમ કરી તેને ઠંડુ થાય પછી કાનમાં નાખો.

જે લોકોને આધાશીશી હોય અથવા તો કોઈ પણ કારણે માથામાં દુખાવો થતો હોય તો આ ઉપાય કરવો. તેના માટે નાગરવેલના પાનની પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટથી માથા પર માલિશ કરવી. થોડી જ મિનિટોમાં માથાનો દુખાવો દૂર થઇ જશે.

જો શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને ઘા રુઝાતો ન હોય તો નાગરવેલનાં પાનનો રસ અને મધ પીવાનું રાખો. આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે.

નાગરવેલનાં પાનમાં અનેક પોષક તત્વો હોય છે જે માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે નાગરવેલના પાનમાં વરીયાળી લવિંગ ઉમેરીને ખાવું જોઈએ.

ઉનાળામાં પરસેવામાંથી વાસ આવતી હોય તો નહાવાના પાણીને ગરમ કરી તેમાં નાગરવેલના પાન ઉકાળવા. આ પાણીને ઠંડુ કરીને તેનો ઉપયોગ સ્નાન કરવામાં લેવાથી સમસ્યા દૂર થાય છે. આંખો બળતરા થતી હોય તો આ પાણીથી આંખ સાફ કરવાથી આંખને આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાગરવેલના પાન બ્લડશુગરને પણ કંટ્રોલમાં રાખી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ નાગરવેલના પાન ખાવાનું રાખે તો બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

નાગરવેલના પાન અને કાળા મરી ખાવાથી મૂત્રમાર્ગ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!