ઘરે જ આ ઉપાય કરશો તો પથરીનું ઓપરેશન નહી કરાવવું પડે

પથરી ખૂબ જ પીડાદાયક બીમારી છે. કિડનીમાં જો મોટા આકારની પથરી બની જાય તો તેને ઓપરેશન વિના જ દૂર કરવી મુશ્કેલ છે. નાની પથરી હોય તો પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને દુખાવો પણ થતો નથી. પરંતુ પથરી મોટી હોય તો દુખાવો પણ વારંવાર થાય છે અને ઘણી વખત ઓપરેશન પણ કરાવવું પડે છે.

જો કે આયુર્વેદમાં ઓપરેશન વિના પથરીને દૂર કરવાની કેટલીક દવાઓ જણાવવામાં આવી છે. આ ઉપાય કરવાથી ઓપરેશન વિના પથરી શરીરમાંથી બહાર નીકળી શકે છે. આ ઉપાય એવા છે જે પથરીની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવે છે.

તેને કરવાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તો ચાલો તમને જણાવીએ પથરીને દૂર કરતાં આ ઘરગથ્થુ ઉપચાર વિશે.

ભીંડા પથરીને દૂર કરવામાં મદદ કરી શકે છે. ભીંડામાં મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે જે પથરીને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી પથરી તૂટીને વિભાજિત થઈ જાય છે અને શરીરમાંથી નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

10 ગ્રામ મૂળાના બીજ, 9 ગ્રામ ગાજરના બી, 15 ગ્રામ ગોખરુ, 4 ગ્રામ જવા ખરા, 5 ગ્રામ હઝરૂલ યહુદ પીસીને પાવડર બનાવી તેની ત્રણ પડીકી બનાવો. હવે આ પડીને સવારે અને સાંજે દૂધ સાથે લેવાનું રાખો. તેનાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નિકળી જશે.

લીંબુનો રસ પણ પથરીને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના માટે ઓલિવ ઓઇલ અને લીંબૂને મિક્સ કરીને તેનું સેવન કરવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. જ્યારે તમે આ પ્રયોગ કરો ત્યારે દિવસ દરમિયાન વધારેમાં વધારે પ્રવાહીનું સેવન કરવું.

પથરીને દૂર કરવા માટે તુલસી પણ ઉપયોગી છે. તેના માટે તુલસીના રસનું સેવન કરવાથી પથરી બહાર આવે છે. આ સિવાય તુલસીનો ઉપયોગ કરવાથી શરીરની અન્ય બીમારીઓ પણ દૂર થાય છે.

તરબૂચના રસમાં ધાણાનો પાઉડર મિક્ષ કરીને લેવાથી શરીરમાંથી પથરી તૂટીને બહાર નીકળવામાં મદદ મળે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ હોય છે જે પેશાબની બળતરા ની કાબૂમાં કરે છે.

જે વ્યક્તિને પથરીની તકલીફ હોય તેને દરરોજ નાળિયેરનું પાણી પીવું જોઈએ.નાળિયેર માં એવા પોષક તત્વો હોય છે જે કિડનીને સ્વસ્થ રાખે છે. સાથે જ તે પથરીને તોડીને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય દાડમ નો ઉપયોગ કરવાથી પણ ક્ષાર તરીકે કિડનીમાં જામેલી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. નિયમિત રીતે દાડમ નું સેવન કરવાથી કિડની માં પથરી થતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!