જે લોકોનું વજન વધારે હોય તેઓ વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરે છે અને સાથે જ જીમમાં કલાકો સુધી મહેનત કરે છે. જો કે જીમમાં પરસેવો પાડ્યા પછી પણ પેટની ચરબી ઘટાડવાનું નામ નથી લેતી.
પેટ પર જામેલી ચરબી ખરેખર તો આંતરડા ની નજીક જમા થઈ હોય છે જેને સરળતાથી દૂર કરી શકાતી નથી. સાથે જ જે લોકો વજન ઘટાડવા માટે કસરત સહિતના પ્રયત્નો કરે છે તેઓ કેટલીક ભૂલ પણ કરી દેતા હોય છે જેના કારણે વજન ઝડપથી ઘટતું નથી.
તો આજે તમને જણાવીએ કે ઝડપથી વજન ઘટાડવું હોય તો કઈ ભૂલ કરવી નહીં અને પાતળું થવા માટે શું જરૂરી છે.
સૌથી પહેલાં જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો ધુમ્રપાનની આદત છોડી દેવી જોઈએ. નિષ્ણાતો અનુસાર ધૂમ્રપાનના કારણે પેટ અને આંતરડા ની આજુબાજુ ચરબી વધારે જામે છે.
જો તમારે વજન ઝડપથી ઘટાડવું હોય તો સૌથી પહેલાં સ્ટ્રેસ દૂર કરો. સ્ટ્રેસ ના કારણે શરીરમાં વિવિધ ભાગમાં ચરબી જામે છે. તેને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવું જરૂરી છે.
આ સિવાય શરીરની ચરબીની અનુસાર જો તમે કસરત નહીં કરો તો પણ ચરબી ઓછી થતી નથી. તેથી તમારે શરીરના કયા ભાગ ની ચરબી ઘટાડવી છે તે અંગે નિષ્ણાંત સાથે વાત કરો.
સાથે જ ચરબી ઘટાડવા માટે ખોટી કસરત કરવાની પણ ભૂલ ન કરવી. ચરબી ઉતારવા માટે સૌથી બેસ્ટ કસરત દોડવું અથવા તો ચાલવું છે.
જો તમે દારૂનું સેવન કરો છો તો પણ શરીરમાં ચરબી જામે છે તેથી જો તમારી ચરબી ઓછી કરવી હોય તો દારૂનું સેવન છોડી દો.
ફ્રિજમાં રાખેલા એનર્જી ડ્રીંક અને કોલ્ડ્રીંક થી પણ દૂર રહો. આ વસ્તુ શરીરમાં સુગર વધારે છે અને સાથે જ પેટ અને કમર માં ચરબી જમાવે છે. તેમાં કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે જે વજન વધારી દે છે.
વજન ઝડપથી ઘટાડવું હોય તો દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી પેટ ભરેલું રહે છે અને સાથે જ શરીર પણ હાઈડ્રેટ રહે છે જેના કારણે વજન ઘટે છે.
ઘણી વખત આનુવંશિક કારણો ને લીધે વજન વધે છે અને પછી ઘટતું નથી તેવા તમારી નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. આ બધી જ વસ્તુઓ સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. જ્યારે તમે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેતા નથી તો તમારું વજન વધે છે. વજન ઘટાડવું હોય તો નિયમિત પ્રમાણમાં ઊંઘ કરવાનું શરૂ કરો.