દૂધ સાથે આ વસ્તુ લેશો તો આંખના નંબર ગાયબ થઈ જશે

આંખ આપણા શરીરનું અતિ સંવેદનશીલ અંગ છે. પરંતુ મોટાભાગના લોકો આંખનું સમયસર જતાં કરતા નથી. જેના કારણે નાની ઉંમરમાં લોકોને આંખના નંબર ની સમસ્યા થઈ જાય છે. આંખની જરૂરી કાળજી ન લેવાના કારણે આંખના નંબર વધી જાય છે.

ત્યારે આજે તમને એક એવો ઉપાય જણાવીએ છીએ જેને કરવાથી ચશ્માનો નંબર ઊતરે છે. અને જે લોકોને નંબર ન હોય તે આ ઉપાય કરે તો ક્યારેય ચશ્મા આવતા નથી.

આંખના નંબર ઉતારે તેવો ઉપાય કરવા માટે તમારે ઘરે એક ચૂર્ણ બનાવવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે બદામ, વરિયાળી અને સાકરને સમાન માત્રામાં લઈને અલગ-અલગ પીસી ચૂર્ણ બનાવી લેવું. ત્રણેય વસ્તુ પીસાય જાય પછી તેને બરાબર મિક્સ કરીને એરટાઇટ બરણીમાં ભરી લેવી.

હવે આ ચૂર્ણને સવારે અને સાંજે એક ગ્લાસ ગાયના દૂધ સાથે લેવાનું શરૂ કરી દો. યાદ રાખો કે આ દૂધ તમારે સવારે નરણા કોઠે પીવાનું છે. અને રાત્રે જમ્યા પછી પીવાનું છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે જે આ ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાની શરૂઆત કરી દેશો તો આંખને લગતી સમસ્યાઓ દૂર થવા લાગશે. તમારી આંખ તંદુરસ્ત રહેશે અને ધીરે ધીરે નંબર પણ ઊતરવા લાગશે.

આ ઉપાય નિયમિત કરવાથી આંખનું તેજ વધે છે. આ ચૂર્ણમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આંખની ગરમી ને પણ દૂર કરે છે. આજના સમયમાં નાના બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટર પર વધારે સમય પસાર કરે છે જેના કારણે તેમની દૃષ્ટિ નબળી પડી જાય છે. તેવામાં આ ઉપાય કરવાથી બાળકોને નંબર આવતા નથી અને જો આવ્યા હોય તો ઉતરવા લાગે છે.

આ ઉપાય કરવાથી આંખમાંથી નીકળતું પાણી, લાલ થઈ જતી આંખ, આંખ નો દુખાવો, બળતરા જેવી તકલીફોમાંથી પણ છુટકારો મળે છે. કારણ કે દૂધ સાથે આ વસ્તુઓનું સેવન કરવાથી આંખની ગરમી નીકળી જાય છે.

આ સિવાય આંખના નંબર ના કારણે થતો માથાનો દુખાવો પણ આ દૂધ પીવાથી ધીરે ધીરે મટવા લાગે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!