પાકા કેળા તો તમે પણ ખાધા હશે, પરંતુ શું તમે જાણો છો કે પાકા કેળા ની જેમ કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે ? આજે તમને કાચા કેળામાં રહેલા ઔષધિય ગુણો વિશે જાણકારી આપીએ.
પાકા કેળા તો નાના બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો સુધી બધા જ ખાતા હોય છે. પરંતુ કાચું કેળુ ખાવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. આ વાત વિશે લોકો જાણતા નથી હોતા.
આયુર્વેદમાં કાચા કેળા ને દવા તરીકે ઉપયોગમાં લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાચા કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. કાચા કેળામાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
જે લોકો વજન ઓછું કરવાના પ્રયત્ન કરતાં હોય તેમણે કાચું કેળું ખાવું જોઈએ. કાચા કેળામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે. જે લોકોનું વજન વધારે હોય તેમણે નિયમિત રીતે એક કાચું કેળું ખાવું જોઈએ.
ડાયાબિટીસના દર્દી પણ જો રોજ કાચું કેળુ ખાય તો ડાયાબિટીસની સમસ્યા દૂર થઈ જાય છે. કબજિયાતની તકલીફ માં પણ કાચા કેળાનું સવારના સમયે સેવન કરવાથી લાભ થાય છે. તે ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
શરીરના હોર્મોન્સને બેલેન્સ કરવા માટે પણ કાચું કેળું મદદરૂપ થાય છે. કાચા કેળામાં બી 6 વધારે પ્રમાણમાં હોય છે જે હિમોગ્લોબીન વધારે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી સ્નાયુ અને નર્વસ સિસ્ટમ મજબૂત થાય છે.
કાચા કેળાનું સેવન કરવાથી વાયરલ રોગોથી બચી શકાય છે. કાચા કેળાનું સેવન કરવાથી કેન્સરને શરીરમાં વધારતા કોષનો નાશ થાય છે. નિયમિત રીતે કાચા કેળાનું સેવન કરવાથી પેટને લગતી બીમારીઓ દૂર થાય છે.