આ વસ્તુ લેતા જ ફક્ત 5 મિનિટમાં ગેસ અને એસીડીટી ગાયબ થઈ જશે

આજના સમયમાં દર પાંચમાંથી ત્રણ વ્યક્તિને પેટની સમસ્યા હોય છે. પેટની સમસ્યામાં સૌથી સામાન્ય ગેસ અને એસીડીટી હોય છે. બેઠાડું જીવનશૈલી અને શારીરિક શ્રમનો અભાવ હોવાથી ગેસ અને એસીડીટી થાય છે. લોકો દિવસ દરમિયાન મોટાભાગે બેસીને કામ કરે છે અને બહારનું ભોજન ખાય છે જેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળે છે.

ત્યારે આજે તમને છે ને એસિડિટીથી મુક્તિ મેળવવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. આ ઉપચાર એવા છે જે તુરંત જ અસર દેખાડે છે.

જ્યારે પેટમાં ગેસ થાય છે તો તેને શરીરમાંથી બહાર કાઢવો જરૂરી હોય છે. પેટમાંથી ગેસ નીકળે નહીં તો પેટમાં અસહ્ય દુખાવો થાય છે. ઘણી વખત પેટ ગેસ ના કારણે છાતીમાં અને માથામાં પણ દુખાવો થવા લાગે છે. ઘણી વખત ઓડકાર કે પાદ માધ્યમથી ગેસ બહાર નીકળી જાય છે તો દર્દીને રાહત થાય છે. પરંતુ જો ગેસ નીકળતો નથી તો બેચેની વધી જાય છે.

ઘણી વખત શરીરમાંથી ગેસ નીકળતો નથી જેના કારણે શરીરમાં સોજા અને દુખાવો થવા લાગે છે. જેને ઘરમાં કોઈપણ વ્યક્તિને આ પ્રકારની સમસ્યા થાય અને બેચેની થવા લાગે તો ચિંતા કર્યા વિના આ ઉપાય કરી લેવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે સૌથી પહેલા 1 ગ્લાસ પાણી ગરમ કરવું. તે હૂંફાળું હોય ત્યારે તેને ગ્લાસમાં કાઢીને દર્દીને આપો. હવે આ પાણી ચા પીતા હોય તેમ એક એક ઘૂંટડો કરીને પીવાનું છે. આ ઉપાય કર્યા ની પાંચ જ મિનિટમાં ગેસને કારણે થતી બેચેની અને દુખાવો દૂર થઇ જશે.

આ સિવાય જ્યારે પણ ગેસ ચડે ત્યારે શેકેલું જીરું ચાવીને ખાઈ જવું અને તેની ઉપર હૂંફાળું પાણી પી જવું. આ ઉપાય કરવાથી પણ થોડી જ મિનિટોમાં પેટનો ગેસ દૂર થઈ જાય છે.

જે લોકોને એસીડીટી વારંવાર થતી હોય તેમણે રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળી દેવા. હવે આ મેથી ને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ જવી અને પછી તેનું પાણી પણ પી જવું. આ ઉપાય થોડા દિવસ નિયમિત કરશો તો ગેસ અને પેટની એસીડીટીની સમસ્યા દુર થઈ જશે. આ ઉપાય ડાયાબિટીસમાં પણ રાહત આપે છે.

ગેસ અને એસીડીટી ત્યારે પણ થાય છે જ્યારે ભોજન બરાબર પચે નહીં.. તેવામાં જો તમને વારંવાર હાથ તકલીફો થતી હોય તો નિયમ બનાવી લો કે જમ્યા પહેલા ની 48 મિનિટ અને જમ્યા પછી 90 મિનિટ સુધી પાણી ન પીવું. અને રાત્રે સૂવાના બે કલાક પહેલાં જમી લેવું. આમ કરવાથી ખાધેલું ભોજન બરાબર પચી જશે અને ગેસ અને એસીડીટી થશે નહીં.

આ સિવાય જમ્યા પછી અજમાને પાણીમાં ઉકાળીને પી લેવાથી પણ રાહત થાય છે. આ ઉપરાંત પેટની કોઈ પણ તકલીફ હોય તો નિયમિત રીતે આમળાનો રસ, એલોવેરા જ્યુસ વગેરે પીવાથી પણ તકલીફ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!