કેળાની જેમ ચીકુ બારે માસ મળતું ફળ છે. પરંતુ ઉનાળા દરમિયાન ચીકુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળામાં તરબૂચ, ટેટી, કેરી, લીચીની સાથે ચીકુની પણ સીઝન હોય છે.
જેમ કેરી સહિતના ફળ સ્વાસ્થ્ય માટે લાભકારી છે તેમ ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી પણ શરીરને લાભ થાય છે. ખાસ કરીને બાળકોને ઉનાળામાં ચીકુ અચૂક ખવડાવવા.ચીકુ મોટા લોકો માટે પણ ફાયદાકારક છે પરંતુ બાળકો માટે તે વિશેષ ફાયદાકારક છે.
બાળકો માટે ચીકુ સુપરફૂડ છે. ચીકૂની છાલ અને તેના બી કાઢીને બાળકોને રોજ એક ચિત્ર ખવડાવવું જોઈએ. રોજ ચીકુનું સેવન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે.
ચીકુ ને લઈને માતા-પિતાના મનમાં દુવિધા હોય છે કે બાળકોને તે ખવડાવવા કે નહીં. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું જણાવ્યું છે કે છ મહિનાથી વધુની ઉંમરના બાળકને ચીકુ ખવડાવી શકાય છે. ચીકુ નો સ્વાદ કુદરતી રીતે મીઠો હોય છે. બાળકોને રોજ સવારે નાસ્તામાં ચીકુ ખવડાવવું જોઈએ.
સવારે ચીકુનું ખવડાવવાથી તે સરળતાથી પચી જાય છે.. વળી તે સ્વાદમાં પણ મીઠું હોય છે. ચીકુ એક એવું ફળ છે જે ખાધાની સાથે જ એનર્જી આપે છે. જો તમે બાળકને સવારે નાસ્તામાં ચીકુ આપો છો તો તેના શરીરમાં આખો દિવસ ઉર્જા રહે છે.
ચીકુ વિટામીન એ વિટામીન સી વિટામિન ઈથી ભરપૂર હોય છે અને તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે. એક રિસર્ચ અનુસાર ચીકૂનું સેવન કરવાથી શરીરમાં કેન્સર ઉત્પન્ન કરતી કોશિકાઓ સામે લડવામાં મદદ મળે છે..
નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. તેથી જ તેને વારંવાર શરદી ઉધરસ તાવ જેવી તકલીફો થયા કરે છે. તેવામાં ચીકુ ખવડાવવાથી બાળકની રોગપ્રતિકારક ક્ષમતા સુધરે છે.
ચીકુમાં કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ પણ વધારે હોય છે જે બાળકને તુરંત જ એનર્જી આપે છે.
નાના બાળકો ને કબજિયાત પણ વધારે રહેતી હોય છે કબજિયાત હોય તો બાળકને મળ ત્યાગ કરવામાં પેટમાં દુખે છે તેવામાં ચીકુ ખવડાવવાથી કબજિયાતથી મુક્તિ મળી જાય છે.
ચીકુને તમે શેક તરીકે, કસ્ટર્ડમાં, આઇસ્ક્રીમ તરીકે અને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.