ભારતમાં દિવસેને દિવસે હાર્ટ અટેક ના કેસ વધે છે. વર્તમાન સમયમાં તો નાની ઉંમરના લોકોને પણ હાર્ટ અટેક આવે છે અને તેમનું મૃત્યુ પણ થઇ જતું હોય છે. હાર્ટ અટેક એટલું તીવ્ર હોય છે કે જીવ બચાવવાનો પણ સમય રહેતો નથી.
જોકે હાર્ટ અટેક આવે તે પહેલાં શરીરમાં કેટલાક ફેરફારો અને લક્ષણો જોવા મળે છે. જો તેને જોઈને સાવચેત થઈ જવાય તો હાર્ટ એટેકથી બચી શકાય છે.જ્યારે હૃદય સુધી બરાબર લોહી પહોંચતું નથી ત્યારે હાર્ટ અટેક આવે છે.
મોટાભાગના લોકોને હાર્ટ એટેક ધમનીઓ બંધ થવાના કારણે થાય છે. જ્યારે ધમનીઓમાં ફેટ કે કોલેસ્ટ્રોલ જામી જાય છે ત્યારે ધમની બ્લોક થઈ જાય છે અને રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે.
આ સિવાય જે લોકો વધારે પ્રમાણમાં જંક ફૂડ ખાતા હોય છે, એક્સરસાઈઝ નથી કરતા કરતા અને જેના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય તેમને પણ હાર્ટ એટેક આવી શકે છે. જોકે હાર્ટ અટેક આવે તે પહેલાં કેટલાક લક્ષણો જોવા મળે છે.
જેમ કે છાતીમાં દુખાવો થાય છે, નબળાઈ લાગે છે, જડબા અને ગરદનમાં દુખાવો થવા લાગે છે. આ સિવાય પણ કેટલાક એવા લક્ષણો છે જેના વિષે લોકોને ખબર હોતી નથી જો આ લક્ષણોને સમજી લેવામાં આવે તો હ્રદય રોગના જોખમથી બચી શકાય છે.
1. માથામાં ટાલ પડવી એ હાર્ટએટેકનું લક્ષણ હોઈ શકે છે. હાઈ બ્લડ-પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધુ હોય તેવા લોકોને ટાલ વધારે પડે છે અને આવા લોકોને હૃદયરોગનું જોખમ પણ સામાન્ય કરતા 3 ગણું વધારે હોય છે.
2. જ્યારે આંખના પોપચા ની આજુબાજુ પીડાશ દેખાવા લાગે ત્યારે તે પણ હાર્ટ એટેકનું જોખમ વ્યક્ત કરે છે. આ પીળાશ કોલેસ્ટ્રોલમાં કારણે હોય છે. જ્યારે આ રીતના લક્ષણો શરીરમાં દેખાય તો સમજી લેવું કે હૃદય મગજ અને શરીરના અન્ય ભાગો સુધી પહોંચતો રક્તપ્રવાહ થઈ રહ્યો છે.
3. એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ઇયરબોલ ક્રીઝ એ ઉંમર વધવાની સાથે કોરોનરી આર્ટરી ડિસીઝ સાથે પણ સંકળાયેલું છે. જ્યારે હાર્ટ સંબંધિત સમસ્યા હોય છે ત્યારે તે સંકેત દેખાય છે. હાર્ટ એટેક આવવાનું હોય ત્યારે કાનમાં વધારે તિરાડો જોવા મળે છે.