દહીં સાથે આ વસ્તુ મેળવીને માથામાં લગાવશો તો તમારા સફેદ વાળ પણ કાળા થઈ જશે

 

દહીં ના ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ દહી વાળ માટે પણ અક્સિર ઇલાજ છે. વાળમાં દહીં લગાડવાથી વાળને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

દહીમાં લાખો ની સંખ્યા માં બેક્ટેરિયા હોય છે જે શરીરની અને વાળની સમસ્યાઓને દૂર કરે છે. વાળમાં દહીંનું માસ્ક લગાડવાથી વાળ હેલ્ધી થાય છે. દહીનું વાળ માં ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બને છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થતાં નથી.

તેમાં પણ જો તમે દહીંના મેથીના દાણાને પીસીને લગાવો છો તો ખરતા વાળ, ખોળો, ડ્રાય વાળ જેવી તકલીફો દૂર થાય છે. જે લોકોને વાળમાં ખોડાની સમસ્યા હોય તેમણે વાળમાં દહીં લગાવવું જોઈએ ખોડાની તકલીફ તુરંત જ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મેથી અને દહીંનું માસ્ક વાળમાં લગાડવાથી નાની ઉંમરમાં સફેદ થતા વાળ ની તકલીફ દૂર થાય છે. આ માસ્કનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વાળને પૂરતું પોષણ મળે છે અને સફેદ થયેલા વાળને પણ ફરીથી કાળા થવા લાગે છે.

જે લોકોની ફરિયાદ હોય છે કે વાળનો ગ્રોથ સારો નથી તેમના માટે આ દહીં વરદાન છે. આ રીતે દહીં વાળમાં લગાડવાથી વાળ મજબૂત થાય છે અને કુદરતી રીતે લાંબા પણ થાય છે.

જો વાળ ખૂબ જ ડ્રાય અને રફ હોય તો દહીં ની મદદથી તમે વાળને સિલ્કી અને શાઇની બનાવી શકો છો. આ બધા જ લાભ માટે દહીંનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લો.

સૌથી પહેલા વાળને બરાબર રીતે સાફ કરી લેવા. ત્યાર પછી એક વાટકીમાં દહીં લેવું અને તેમાં મેથી દાણાનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને થોડીવાર રાખી મૂકો. ત્યાર પછી બ્રશની મદદથી વાળના મૂળમાં દહીં અને મેથીનું મિશ્રણ લગાવી દો. ત્યાર પછી દહીં સૂકાય ત્યાં સુધી વાળને બાંધી રાખો. 30 મિનિટ પછી વાળને સાદા પાણીથી ધોઈ લો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!