ઘઉં, ચોખા જેવા અનાજ ની જેમ કોદરી પણ એક પ્રકારનું અનાજ છે. જોકે તેના થી મોટા ભાગના લોકો અજાણ હોય છે. કોદરી પોષક તત્વોથી ભરપુર હોય છે અને તે શરીરની વિવિધ બીમારીઓને પણ દૂર કરે છે.
કોદરી અનાજની સરખામણીમાં ઓછા પાણી માં ઉગે છે અને તે લાંબા સમય સુધી ખરાબ પણ થતી નથી. તે દેખાવમાં સરસવના દાણા જેવું શ્યામ રંગનું હોય છે. કોદરીનું સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ આ અનાજનો ઉપયોગ કઈ સમસ્યામાં કઈ રીતે કરી શકાય છે.
જે લોકો વાળ સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમણે કોદરી ના ફૂલ, ફળ, મૂડ, પાંદડા ને મિક્સ કરીને બાળીને રાખ તૈયાર કરવી. હવે આંખમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવીને માલિશ કરો. તેનાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ઘણા લોકોની બારેમાસ ઉધરસ રહેતી હોય છે. આવા લોકોએ પણ કોદરી નું સેવન કરવું જોઈએ. તેના માટે કોદરીની રાખમાં થોડું મધ ઉમેરીને ચાટી જવાથી ઉધરસ મટે છે. આ સિવાય આ મિશ્રણ લેવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ અને શરદી પણ થતી નથી.
જે લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોય તેમના માટે કોદરી અકસીર છે. તેના માટે કોદરી ના ભાત બનાવીને તેમાં દહીં ઉમેરીને ખાવાની શરૂઆત કરો. આ રીતે કોદરી નો ઉપયોગ કરવાથી પેટ સંબંધિત દરેક રોગમાંથી રાહત મળે છે.
જે લોકોને હરસ-મસાની સમસ્યા હોય અને અસહ્ય પીડા થતી હોય તો જણાવી દઈએ કે કોદરી નો ભાત ખાવાથી ઓપરેશન વિના હરસ મટે છે.
ડાયાબિટીસના દર્દીઓને જો બ્લડ શુગર વધી જતું હોય તો કોદરી ખાવી જોઈએ. અને અનાજનું સેવન બંધ કરીને સેવન કરવાથી બ્લડ શુગર અને ડાયાબીટીસની તકલીફ રહેતી નથી. કોડીના એવા તત્વ હોય છે જે ડાયાબિટીસના દરદીઓને લાભ કરે છે.
કોદરી નું સેવન કરવાથી વજન પણ ફટાફટ ઘટે છે. કોદરી માં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. જેના કારણે વજન ઘટાડવામાં સરળતા રહે છે.
કોદરી નું સેવન કરવાથી પણ શુદ્ધ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં જામેલી ગંદકી અને હાનિકારક તત્વો શરીરમાંથી નીકળી જાય છે અને રક્ત શુદ્ધ થાય છે. આ અનાજનું સેવન કરવાથી એનિમિયા પણ મટે છે.
આજના સમયમાં માનસિક તાણના કારણે લોકોને અનિદ્રાની તકલીફ વધી ગઈ છે. આવા સમયે રાત્રે ઉંઘ ન આવતી હોય તો રાત્રે કોદરી નું સેવન કરવું જોઇએ તેનાથી ઊંઘ સારી આવે છે.