ગલગોટાના ફૂલ દેખાવમાં સુંદર હોય છે. આ ફૂલ બગીચાની શોભા વધારે છે. ગલગોટા ના ફૂલ નો ઉપયોગ ઘરના શણગાર અને પૂજામાં પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફૂલનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાય છે ?
ગલગોટાના ફૂલ માંથી દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ અલગ અલગ રોગમાં કરી શકાય છે. ગલગોટા ના પાન થી બનેલી ચાનું સેવન કરવાથી પેટના રોગ જેવા કે અપચો કબજિયાત દૂર થાય છે.
ગલગોટાને પાનમાં એવા તત્વો હોય છે જે ચામડીના રોગ જેવાકે ધાધર, ખંજવાળ, ખરજવું વગેરે પણ દૂર કરે છે. આજ સુધી તમે એ પણ જાણ્યું નહીં હોય કે ગલગોટાનું તેલ ઘરમાં છાંટવાથી મચ્છરનો ઉપદ્રવ દૂર થાય છે. આ સિવાય રાતના સમયે નીકળતા જીવજંતુ પણ દૂર થાય છે.
ગલગોટાના તેલમાં એન્ટિબાયોટિક તત્ત્વ હોય છે જે શરીરમાં બેક્ટેરિયા અને ખરાબ તત્વોને દૂર કરે છે. જો શરીર પર કોઈ જગ્યાએ ઘા થયો હોય અને તેમાં રોજ આવતી ન હોય તો ત્યાં ગલગોટાના તેલની માલિશ કરવી.
જો રાત્રે ઊંઘ આવતી ન હોય અને ચિંતા સતાવતી હોય તો આ તેલથી માલિશ કરવાથી માનસિક શાંતિ મળે છે, તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
તેનું તેલ બળતરાને પણ દૂર કરે છે. માટેલ માં એવા ગુણ હોય છે જે પેટની બળતરાને શાંત કરે છે અને એસિડિટી મટાળે છે. પેટમાં દુખાવો હોય તો પણ ગલગોટાના તેલનો ઉપયોગ કરી શકાય છે.
ખાસ કરીને ચામડીના કોઈપણ રોગ જેવા કે દાદર, ખરજવું, ખીલ, ખરજવું, ખંજવાળ જેવી કોઈ પણ તકલીફમાં ગલગોટાના તેલથી માલિશ કરવાથી તુરંત જ ફાયદો થાય છે.
જો કોઈ વ્યક્તિને વારંવાર શરદી થતી હોય અને તાવ પણ આવતો હોય તો સ્નાન કરવાના પાણીમાં એક ચમચી ગલગોટાનું તેલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ તેનાથી શરદી અને તાવ તુરંત જ દૂર થાય છે.
ત્વચા પરની કરચલીઓને દૂર કરવા માટે પણ ગલગોટા નો ઉપયોગ કરી શકાય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ત્વચાને ઝડપથી રીપેર કરે છે અને ત્વચાને એકદમ ચમકતી અને કરચલી વિનાની બને છે. ગલગોટા ની ચા પીવાથી પણ ત્વચા પર રોનક વધે છે..