સ્ટ્રોબેરી એવું ફળ છે જે દેશભરમાં મળે છે. ખૂબ જ સ્વાદિષ્ટ ફળ નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે છે. આ ફળ નો ઉપયોગ મિલ્ક શેક, આઈસ્ક્રીમમાં પણ કરવામાં આવે છે.
સ્ટ્રોબેરી એવું ફળ છે જેને એકલું ખાવું પણ ગમે છે. સ્ટ્રોબેરી નો ઉપયોગ ત્વચા પર પણ થાય છે. તેનાથી ચહેરો પણ ચમકી જાય છે. એટલે કે સ્ટ્રોબેરી એવું ફળ છે જે ત્વચા અને સ્વાસ્થ્ય બંને ને સારું રાખે છે.
સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે. એક સંશોધન અનુસાર સ્ટ્રોબેરી જે ખાતા હોય છે તેને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘણું ઘટી જાય છે.
સ્ટ્રોબેરીમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં રક્ત પરિભ્રમણને બરાબર રાખે છે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની તકલીફ પણ થતી નથી. સ્ટ્રોબેરી નું સેવન કરવાથી ત્વચા સુંદર રહે છે.
ચહેરા પર અકાળે કરચલીઓ થઈ ગઈ હોય અને તેને દૂર કરવી હોય તો સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ. લાંબા સમય સુધી સ્ટોબેરી ખાશો તો ત્વચા એકદમ ચમકદાર બની જશે. સ્ટ્રોબેરીમાં રહેલા તત્વો ત્વચા માટે લાભકારી છે. એટલા માટે તો લિપ બામ, ક્રીમ, લોશન જેવી વસ્તુઓમાં પણ સ્ટ્રોબેરી નો ઉપયોગ થાય છે.
આજના સમયમાં પેટની તકલીફો દરેક વ્યક્તિને સતાવે છે. ખાસ કરીને કબજિયાત ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેવામાં આ સમસ્યા ની દવા બની શકે છે. સ્ટ્રોબેરીમાં ફાઇબર હોય છે જે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી અને દૂર કરે છે.
જે લોકોના દાંત નબળા હોય અથવા તો પીળા પડી ગયા હોય તેમના માટે પણ સ્ટ્રોબેરી વરદાનરૂપ છે. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી દાંત મજબૂત અને ચમકદાર થાય છે. તેમાં રહેલા તત્વો અને વિટામિન આંખનું તેજ પણ વધારે છે અને આંખના નંબર દુર કરે છે.
એક રિસર્ચ અનુસાર સ્ટ્રોબેરી કેન્સર જેવી બીમારીથી પણ રાહત અપાવે છે. ડોક્ટરો પણ કેન્સરથી પીડિત દર્દીઓને સ્ટ્રોબેરી ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે સ્ટ્રોબેરી માં રહેલા તત્વો શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે.
સ્ટ્રોબેરીમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે શરદી ઉધરસ જેવા વાયરલ રોગ થતા નથી. સ્ટ્રોબેરી ખાવાથી શરીરની ધમનીઓ પણ યોગ્ય રીતે કામ કરે છે તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે જેના કારણે હૃદય મજબૂત રહે છે.