બીપીની ગોળી આખી જિંદગી ન ખાવી હોય તો આ દાણા ખાવાનું શરૂ કરી દો

જ્યારે બ્લડ પ્રેશર વધી જાય ત્યારે તેને કંટ્રોલ કરવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો. જેમકે તલનો ઉપયોગ કરીને તમે હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી કાયમી મુક્તિ મેળવી શકો છો. બ્લડ પ્રેશર હાઈ હોય તો ગંભીર સમસ્યા થઈ શકે છે.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મોટાભાગે લોકો દવા લેતા હોય છે. જો હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઊભું થાય છે. હાઈ બ્લડ પ્રેશર જીવનશૈલીના કારણે થતી બીમારી છે.

જો તમે જીવનશૈલીમાં કેટલીક આદતો માં ફેરફાર કરો તો હાઇબ્લડપ્રેશર થી મુક્તિ મેળવી શકાય છે. ત્યારે આજે તમને જણાવીએ કે તમે કઈ વસ્તુનું સેવન કરીને હાઈ બ્લડ પ્રેશરની ઘટાડી શકો છો.

હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં કરવા માટે તલનો ઉપયોગ કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતાનુસાર કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય કાળા તલમાં અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. જેમ કે કાળા તલમાં વિટામિન ઈ, એન્ટિ ઓક્સિડન્ટ જેવા પોષક તત્વો હોય છે જે ધમનીઓમાં બ્પેક ના નિર્માણને અટકાવે છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં કરે છે.

કાળા તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને શરીરના સોજા પણ ઘટે છે. આ બંને સમસ્યા ત્યારે થાય છે જ્યારે બ્લડપ્રેશર નિયંત્રિત હોય. કાળા તલનો ઉપયોગ તમે અલગ-અલગ પ્રકારે કરી શકો છો. જેમ કે કાળા તલને તમે સલાડમાં પણ લઇ શકો છો અને સમુધીમાં પણ તેને ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

કાળા તલ અને ગોળનો ઉપયોગ કરીને તમે મીઠાઈ પણ બનાવી શકો છો. આ સિવાય બ્રેડ, રોટલી વગેરે સાથે પણ તેનું સેવન કરી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે માત્ર આહારના ભરોસે ન બેસવું. હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા જરૂરી છે. જેમકે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા માટે થોડો વ્યાયામ પણ કરવો જરૂરી છે. આ સાથે જ શારીરિક ગતિવિધિઓ માં પણ એક્ટિવ રહેવાથી ફાયદો થાય છે.

હાઈ બ્લડપ્રેશર હોય તો તલ ખાવા ફાયદાકારક છે. જોકે વધારે માત્રામાં તેનું સેવન કરવાથી પણ બચવું. હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય અને તમે દવા લેતા હોય તો કાળા તલનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી. આ સિવાય ધુમ્રપાન જેવાં વ્યસનો પણ છોડવા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!