ઘણા લોકો એવા હોય છે જેને વાત વાતમાં ગુસ્સો આવી જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવો યોગ્ય બાબત નથી. તે ગુસ્સો કરનાર વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેથી આજે તમને ગુસ્સો ઓછો કરવાના ઉપાયો જણાવીએ.
જે લોકો વારંવાર ગુસ્સો કરે છે તેમની આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ વાત ધ્યાનમાં રાખશો તો ગુસ્સો કરવાની આદત છૂટી જશે. આમ તો ગુસ્સો પણ એક પ્રકારની શરીરની ભાવનાત્મક પ્રક્રિયા છે.
પરંતુ વારંવાર ગુસ્સો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણા લોકોને ગુસ્સો આવે છે પણ તે કોઈ પર ઉતારતા નથી અને મનમાં ભરી રાખે છે આ સ્થિતિ પણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે..
જ્યારે કેટલાક લોકો ગુસ્સાને કંટ્રોલ કરી શકતા નથી અને તેના કારણે બીજા લોકોને આહત કરે છે. આ સ્થિતિ સંબંધોને ખરાબ કરે છે. વડી ગુસ્સાને કારણે સામેની વ્યક્તિના મનમાં તમારા માટે નકારાત્મક લાગણી જન્મે છે. આજે તમને ગુસ્સો ઓછો કરવાના કેટલાક ઉપાયો જણાવીએ.
જે લોકોને વારંવાર ગુસ્સો આવતો હોય તેને ક્રોધની સ્થિતિમાં ઊંધી ગણતરી શરુ કરવી જોઈએ. એટલે કે દસથી ઝીરો સુધીની ગણતરી લાંબો શ્વાસ લેતા-લેતા કરવી. આમ કરવાથી ક્રોધ શાંત થઈ જશે.
જેની વારંવાર ગુસ્સો આવે તેમણે walk જેવી નાની એક્સરસાઇઝ કરવી જોઈએ. ક્રોધ આવે ત્યારે પોતાની જગ્યાએથી ઊભા થઈને હળવી એક્સરસાઇઝ કરી લેવાથી મન શાંત થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા પણ વધે છે.
મેડિટેશન કરવાથી પણ ગુસ્સો કંટ્રોલમાં રહે છે.. ગુસ્સો આવે ત્યારે મેડિટેશન કરવું જોઈએ તેનાથી મન અને શરીર બંને શાંત થાય છે અને મન ખુશ રહે છે.
જેને સખત ક્રોધ આવે ત્યારે લાંબા અને ઉંડા શ્વાસ લેવા જોઈએ. અભ્યાસ રોજ કરશો તો ગુસ્સાની લાગણી ઓછી થઈ જશે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે હૃદય ની ગતિ ધીમી પડી જાય છે અને બીપી વધી જાય છે. તેના આ કસરત કરવાથી શરીરને આરામ મળે છે.
ગુસ્સો શાંત કરવાનો સૌથી સરળ રસ્તો છે તમારું મનપસંદ ગીત સાંભળવું. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે મનપસંદ ગીત કે સંગીત સાંભળવું તેનાથી મનને શાંતિની અનુભૂતિ થશે અને નકારાત્મક વિચારો દૂર થશે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે અરીસામાં જોઈને સ્માઈલ કરશો તો ગુસ્સો એક મિનિટમાં દૂર થઈ જશે. સ્માઇલ કરવાથી પણ ગુસ્સો ઓછો થાય છે અને મગજ શાંત થાય છે. આમ કરવાથી શરીર પણ સકારાત્મક અસર પડે છે.