મોઢા માં ચાંદી પડી હોય અને દાંતમાંથી લોહી આવતી હોય તો હાલ જ ચેતી જજો, નહીં તો ભયંકર..

નાના મોટા સૌ કોઈ લોકોને દાંતની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એક સામાન્ય બાબત થઈ ચૂકી છે. જ્યારે પણ જાતની કોઈ સમસ્યા થાય છે તો દાંતના ડોક્ટર પાસે જઇને તેની સારવાર કરી લેવામાં આવે છે.

હવે તો ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે દાંતની કોઈપણ સમસ્યા ને તુરંત જ દૂર કરી શકાય છે. પરંતુ તેમ છતાં લોકો જાત પ્રત્યે બેદરકાર રહેતા હોય છે. લોકો દાંતની સ્વચ્છતા અને તેની દેખભાળ માટે પણ જાગૃત નથી.

એક રિસર્ચ અનુસાર માત્ર ૨૮ ટકા ભારતીય લોકો જ બે વખત બ્રશ કરે છે. આ સિવાય શરીરના અન્ય અંગોની જેમ દાંતના નિયમિત ચેકઅપ માટે પણ લોકો ડોક્ટર પાસે નથી જતા. કોઈ સમસ્યા થાય તો જ લોકો ડોક્ટર પાસે જાય છે.

આ સિવાય મોઢા કે દાંતના કેટલાક રોગ ને તો લોકો અવગણી દેતા હોય છે. આજે તમને આવા બે ગંભીર લક્ષણો વિશે જણાવીએ જેની અવગણના ક્યારેય ન કરવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ગંભીર લક્ષણો છે મોઢામા પડતા ચાંદા અને દાંતના પેઢામાંથી નીકળતું લોહી. આ બંને ગંભીર બીમારીઓ ના લક્ષણ હોઈ શકે છે. તેથી આ સમસ્યા થાય તો તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

ડેન્ટિસ્ટ નો જણાવ્યા અનુસાર જો તમારા મોઢામાં કે જીભની આસપાસ સોજો આવે તો તુરંત જ ચેકઅપ કરાવવું. કારણ કે આ લક્ષણ મોટાભાગના કેસમાં કેન્સર નું લક્ષણ હોય છે.

ડેન્ટિસ્ટ જણાવ્યા અનુસાર મોઢામાં જો વારંવાર ચાંદા પડતા હોય ત્યારે પણ ડોક્ટરને બતાવવું જોઈએ. કારણ કે મોઢામાં પડતાં ચાંદા અલ્સર નું કારણ બની શકે છે. જો મોઢા માં પડેલા ચાંદા દસ દિવસ પછી પણ મટે નહિ અને ખોરાક ખાવામાં તકલીફ પડતી હોય, મોઢામાં દુખાવો થતો હોય તો ડોક્ટર પાસે જઈ આવવું.

પેઢામાંથી લોહી નીકળતું હોય તો તે પણ બીમારીનો સંકેત હોય છે. જો આ સમસ્યાનો ઇલાજ કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘણા લોકો આ બંને બાબતોની અવગણના કરતા હોય છે પરંતુ પાછળથી પસ્તાવાનો વારો આવે છે.

ડેન્ટિસ્ટ શું કહેવું છે કે જ્યારે મોઢામાં કે દાંતમાં કોઈપણ અસામાન્ય વાત લાગે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!