રોજ સવારે આ પીણું પીશો તો ચામડીના રોગો દૂર કરવા સાથે ઇમ્યુનીટીમાં થઇ જશે વધારો

જ્યારે પણ શરીરમાં દુખાવો કે ઇજા થાય છે તો તુરંત જ હળદર યાદ આવે છે. હળદરનો ઉપયોગ એન્ટિસેપ્ટિક ગુણોના કારણે કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરને વિવિધ પ્રકારે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે.

તેમાં પણ હળદર અને જો તમે દૂધ સાથે લેતા હોય તો તેના પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. નિયમિત રીતે હળદરવાળું દૂધ પીવાથી શરીરની વિવિધ પ્રકારની બીમારીઓ દૂર થાય છે.

જો તમે રોજ સવારે ખાલી પેટ ચા પીવાને બદલે હળદર વાળું દૂધ પીવો છો તો તેનાથી તમને અઢળક લાભ થાય છે. આજે તમને હળદરવાળું દૂધ પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.

હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. સાથે જ દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. જ્યારે તમે આ બંને વસ્તુને સાથે લ્યો છો ત્યારે તે શરીર અને મગજ બંને માટે તે અમૃત સમાન વસ્તુ બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા લોકોને હળદર વાળું દૂધ ભાવતું નથી. પરંતુ જો તમે તેનાથી થતા લાભ વિશે જાણશો તો આજથી જ તેને પીવાની શરૂઆત કરી દેશો. હળદરવાળું દૂધ પીવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થઈ જાય છે અને શરીર નિરોગી રહે છે.

શરીરના અંદરના અંગમાં કે બહાર કોઇ પણ પ્રકારની ઈજા થઈ હોય ત્યારે તમે હળદર વાળું દૂધ પી લેશો તો ઘા ઝડપથી રૂઝાય છે. હળદરમાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણ શરીરમાં બેક્ટેરિયા ને વધવા દેતા નથી જેના કારણે ઈજા ઝડપથી બરાબર થઈ જાય છે.

પ્રદૂષણ અને પોષણયુક્ત આહાર ના અભાવના કારણે મોટાભાગના લોકોની ત્વચા નાની ઉંમરમાં જ નિસ્તેજ થઈ જાય છે. વળી ગરમીના દિવસોમાં ત્વચાનો સંક્રમણનું જોખમ પણ રહે છે.

તેવામાં હળદરવાળું દૂધ પીવાથી ત્વચાની ખૂબ જ લાભ થાય છે. સવારે હળદરવાળું દૂધ પીવાથી ત્વચાની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ખીલ, ડાઘા, તૈલીય ત્વચાથી છુટકારો મળે છે.

જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેને વાતાવરણ બદલવાથી શરદી, ઉધરસ, તાવ ઝડપથી થાય છે. તેવામાં દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને આ પ્રકારના રોગ થતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો ફેફસામાં કફ જામી ગયો હોય તો સવારે હળદરવાળું ગરમ દૂધ પી લેવાથી કફ છૂટો પડી જાય છે. હળદરવાળું દૂધ પીવાથી હાડકાં પણ મજબૂત થાય છે.

હળદરવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હાડકાં સંબંધિત સમસ્યા છે. જે લોકો આર્થરાઇટિસ થી પીડાતા હોય તેમણે હળદર વાળું દૂધ જરૂરથી પીવું.

જેની પાચનશક્તિ નબળી હોય તેમણે હળદરવાળું દૂધ પીવાથી લાભ થાય છે. હળદરવાળું દૂધ પીવાથી આંતરડા સ્વસ્થ થાય છે અને પાચનક્રિયા સુધરે છે. આ સાથે જ પેટના ચાંદા, ડાયરિયા, બાવાસીર જેવી તકલીફથી પણ મુક્તિ મળે છે.

જો તમને રાત્રે ઊંઘ બરાબર આવતી ન હોય તો હળદર વાળું દૂધ તમારા માટે દવા જેવું કામ કરશે. સુતા પહેલા હળદર વાળું દૂધ પી લેવાથી તેમાં રહેલા એમિનો એસિડ ઊંઘ સારી લાવવામાં મદદ કરે છે. હળદર વાળું દૂધ પીતા ની અડધી કલાકમાં જ ઊંઘ આવી જાય છે.

હળદરમાં એવો તત્વો હોય છે જે શરીરની ચરબીને બાળવામાં નું કામ કરે છે. તેથી હળદરવાળું દૂધ પીવાથી વજન વધતું અટકે છે. જેમને સ્થુળતા ની તકલીફ હોય તેમણે આ દૂધ પીવું જોઇએ.

મહિલાઓને માસિક સમયે થતી સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. હળદરવાળું દૂધ પીવાથી ડિલિવરી પછી ની રીકવરી પણ ઝડપથી થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!