રોજ સવારે આ કામ કરશો તો પહેરેલા ચશ્મા કાઢી નાખો એટલું તેજ આવી જશે

દરેક વ્યક્તિની સુંદરતામાં તેની આંખ મહત્વનો ભાગ ભજવે છે. સુંદર આંખ વ્યક્તિ નું પ્રતિબિંબ કહેવાય છે. જોકે માત્ર સુંદરતાની દૃષ્ટિએ જ નહીં પરંતુ શરીરના મહત્વના અંગ માં આંખ સૌથી સંવેદનશીલ અંગ છે.. આંખથી કીમતી કોઈ વસ્તુ નથી હોતી.

દ્રષ્ટિના કારણે જ આપણે દુનિયાની સુંદરતા ને જોઈ શકીએ છીએ અને રોજિંદા કામને સારી રીતે કરી શકીએ છીએ.. જે લોકોને દ્રષ્ટિ નથી હોતી અથવા તો દૃષ્ટિ નબળી હોય છે તેમને દૈનિક કાર્યોમાં પણ ઘણી અગવડ ભોગવવી પડે છે.

પરંતુ આજના સમયમાં મોબાઇલ લેપટોપ જેવી વસ્તુઓનો ઉપયોગ એટલો વધી ગયો છે કે નાનપણમાં જ બાળકોને નંબર આવી જાય છે. કારણ કે તેમની દૃષ્ટિ નબળી પડવા લાગે છે.

ખાસ કરીને જે લોકો રાત્રીના સમયે અંધારામાં આવી વસ્તુઓ નો ઉપયોગ કરે છે તેમની આંખ ને ખૂબ જ નુકસાન થાય છે. આંખના નિષ્ણાંત તો એવું પણ કહે છે કે રાત્રિના સમયે જ્યારે ઓછો પ્રકાશ હોય ત્યારે મોબાઇલ લેપટોપ જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. તેરી તમને આજે એક એવો આયુર્વેદિક ઉપાય જણાવીએ કે જેને કરીને તમે તમારી આંખોને તંદુરસ્ત રાખી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરી લેવાથી તમારે ક્યારેય નંબરવાળા ચશ્મા પહેરવા પડશે નહીં. તેના માટે રાત્રે સૂતા પહેલાં ૧ ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર પલાળી દો. ત્રિફળા એક અદ્ભુત ઔષધિ છે જે શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. ત્રિફળાનો આ ઉપાય આંખ માટે સૌથી વધુ લાભકારી છે.

રાત્રે પાણીમાં ત્રિફળા મિક્સ કરીને તેને ઢાંકી દેવું. તમે સવારે આ પાણી ને કપડા વડે ગાળી લેવું. આ પાણીથી આંખ સાફ કરવી. આંખને ખુલ્લી રાખી અને આ પાણી હથેળીમાં લઈને છાલક મારવાની છે.

ત્યાર પછી ગાયના દૂધમાંથી બનેલું માખણ એક ચમચી લેવું. હવે આ માખણ ની અંદર ત્રણથી ચાર કાળા મરીનો પાવડર ઉમેરો. ત્યાર પછી તેમાં એક ચમચી સાકર ઉમેરીને માખણને બરાબર હલાવો. હવે આ માખણને સવારે ખાલી પેટ ખાઈ જવું.

ત્યાર પછી રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ ગાયના દૂધમાં એક ચમચી વરિયાળી નો પાઉડર અને એક ચમચી સાકર ઉમેરીને બરાબર ગરમ કરી લેવું. દૂધ બરાબર ઉકળી જાય પછી તે હૂંફાળું હોય ત્યારે તેને પી જવું.

આ ઉપાય કરવાથી આંખને લગતી કોઇપણ સમસ્યા થશે નહીં. અને જો કોઈ તકલીફ પહેલાથી હશે તો તે ધીરે-ધીરે દૂર થવા લાગશે. આ ઉપાય નિયમિત કરવાથી આંખનો વધેલા નંબર પણ ઉતરવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો આ બંને ઉપાય પણ તમે ન કરી શકો તો સવારે ત્રિફળાનો પાણીથી આંખ ધોવાથી મોં રાખવું. પીપળાને પાણીથી આંખ સાફ કરવાનું એક ઉપાય કરવાથી પણ આંખોની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આ ઉપાય કરશો તો થોડા જ દિવસમાં તમને આંખને તેજમાં વધારો અનુભવાશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!