ફક્ત 1 ચમચી ફાકી લેશો તો ગેસ, કબજિયાત,એસીડીટી, બીપીની સમસ્યાથી થઈ જશો મુક્ત

 

ત્રિફળા વિશે તો તમે પણ સાંભળ્યું જ હશે. ત્રિફળા અતિ ગુણકારી ઔષધ છે. ત્રિફળા ચુર્ણ ત્રણ અવશધીઓનું મિશ્રણ છે. તેનું સેવન કરવાથી શરીરની મોટાભાગની બીમારીઓ દૂર થાય છે અને શરીર નિરોગી રહે છે. ત્રિફળાનું સેવન કરવાથી પાચનશક્તિ પણ યોગ્ય રહે છે અને વજન વધતું અટકે છે.

આજના સમયમાં રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે ખુબ જ જરૂરી છે. આ કામ ત્રિફળા ચૂર્ણ કરી શકે છે. આજે તમને ત્રિફળાચૂર્ણ લેવાના લાભ વિશે જણાવીએ. જો તમે નિયમિત 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પણ લ્યો છો તો શરીરમાંથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે.

જો તમને વારંવાર શરદી ઉધરસ કે કફ થઈ જતા હોય તો એકવાર તો સાબિત થાય છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ત્રિફળા ચૂર્ણ લઇ શકાય છે. ત્રિફળા ચૂર્ણ માં એવા પોષક તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા શરીરમાં ઉર્જા ની ખામી હોય એટલે કે આખી રાત ઊંઘ કર્યા પછી પણ સવારે થાક જણાય અને અશક્તિ રહેતી હોય તો ત્રિફળાનો ઉપયોગ શરૂ કરી દો. તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. ત્રિફળા ચૂર્ણને મધ અથવા તો ઘી સાથે લેવું જોઈએ.

જો તમે નિયમિત ત્રિફળાચૂર્ણ લ્યો છો તો તમારી પાચનશક્તિ ખૂબ જ સારી થઈ જશે. ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય તો પેટ સંબંધિત રોગ થતા નથી. પાચનશક્તી નબળી હોય તો ગેસ અપચો એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ ત્રિફળાનું સેવન કરવાથી પેટમાં રહેલી અશુદ્ધિઓ નીકળી જાય છે.

જેમની હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તેનું નિરાકરણ પણ ત્રિફળાચૂર્ણ છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે હૃદયરોગ થઈ શકે છે જે જીવન માટે જોખમી છે. તેવામાં દૂધ સાથે ત્રિફળા લેવાથી હાઈ બ્લડપ્રેશરમાં રાહત મળે છે.

જે લોકોને ડાયાબિટીસ હોય અને વારંવાર બ્લડ શુગર લેવલ વધી જતું હોય તો તેમણે પણ ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં આવે છે અને ડાયાબિટીસથી મુક્તિ મળે છે.

ત્રિફળા શરીરમાં રોગ ની સાથે ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરે છે. જેમની ત્વચા ઉપર ખીલ દાગ બ્લેકહેડ્સ જેવી સમસ્યા હોય તેમણે ત્રિફળાનું સેવન કરવું અથવા તો લેપ બનાવીને ચહેરા પર લગાવવો જોઈએ. તેનાથી ત્વચા એકદમ સ્વચ્છ થઇ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!