એસીડીટી એવી સમસ્યા છે જે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિને તો થતી જ હોય છે. આજે તમને એસિડિટીની તકલીફ દૂર કરતો 100 ટકા અસરકારક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. આ ઉપાય કરવાથી એસિડિટીની તકલીફ માં તુરંત રાહત થાય છે. મોટાભાગના લોકો જ્યારે વધારે પડતું તીખું, મસાલેદાર અને બહારનું ભોજન કરે છે ત્યારે એસીડીટી નો ભોગ બને છે.
એસિડિટીની તકલીફ હવે એકદમ સામાન્ય બની ગઈ છે કારણ કે મોટાભાગના લોકોની આહાર શૈલી ખૂબ જ ખરાબ હોય છે. કસમયે કરેલું ભોજન બરાબર પચતું નથી અને તેમાં પણ જો તીખું તમતમતું ખાધું હોય તો તુરંત જ એસીડીટી થઈ જાય છે. એસીડીટી થાય ત્યારે છાતીમાં બળતરા થાય છે, ખાટા અને તીખા ઓડકાર આવે છે અને ઉબકા આવે છે. ઘણા લોકોને તો ઊલટી પણ થાય છે.
એસીડીટી જો ખૂબ જ વધારે હોય તો આખા શરીરમાં બળતરા થાય છે અને ગભરામણ થવા લાગે છે. ત્યારે આજે આ લેખમાં તમને એસિડિટીને તુરંત જ દૂર કરે તેવો ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમે એસિડિટીની તકલીફ માંથી તુરંત જ રાહત મેળવી શકો છો.
એસિડિટીને દૂર કરતો ઉપાય જણાવીએ તે પહેલા એ જણાવી દઈએ કે એસીડિટી ખરાબ જીવનશૈલી અને અનિયમિત ખોરાક લેવાથી થાય છે. ફાસ્ટ ફૂડનું સેવન તીખું અને તળેલું ખાવાથી એસિડિટી વધારે થાય છે. જે લોકોને એસિડિટી થતી હોય તેમણે આ પ્રકારનો ખોરાક લેવાનું તુરંત જ બંધ કરી દેવું જોઈએ.
આ સિવાય અન્ય એક આદત બદલવાની છે એ છે કે જમ્યા પછી તુરંત જ ક્યારે પાણી ન પીવું. જમ્યા પછી ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. આમ કરવાથી જે ખોરાક ખાધો હોય છે તે બરાબર પચી જાય છે અને એસીડીટી પણ થતી નથી.
જો પાણી પીધા વિના રહી શકાય નહીં એવી સ્થિતિ હોય તો જમ્યાના અડધા કલાક પછી પાણી પી લેવું જોઈએ. પરંતુ તુરંત જ ક્યારેય પાણી ન પીવું. ખાટલી વાતની કાળજી રાખ્યા પછી એસીડીટી થાય ત્યારે આ ઘરેલુ ઉપાય અજમાવવો આ ઉપાય કરવાથી તમને તુરંત જ રાહત થશે.
આગળ વધતું ઉપચાર કરવા માટે એક પતાસુ લેવાનું છે. આ પતાસા ઉપર એક ચમચી ગાયના દૂધનું માખણ લગાવી અને તેને ખાઈ જવાનું છે. પરંતુ મોઢામાં મૂકીને તેને તુરંત ચાવી ન જવું પતાશાને અને માખણને પહેલા થોડું ઓગળવા દેવું. બંને વસ્તુ પ્રવાહી થઈને ધીરે ધીરે શરીરમાં ઉતરશે એટલે એસીડીટી ની બળતરા ઓછી થવા લાગશે.
જે લોકોને નિયમિત એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે આ ઉપાય કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી ધીરે-ધીરે એસીડીટીની સમસ્યાથી છુટકારો મળી જશે.