2 મીનીટમાં ગેસ અને અપચાથી છુટકારો મેળવવા કરી લો આ ઉપાય

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો ખરાબ જીવનશૈલીના કારણે કરવો પડે છે. ખરાબ જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં લોકો અનેક બીમારીમાં જકડાઈ જાય છે. આવી જ સામાન્ય સમસ્યા બની ચૂકી છે એસીડીટી, ગેસ અને અપચો. આ સમસ્યા નો અનુભવ લગભગ દરેક વ્યક્તિ કરી ચૂકી હોય છે.

ત્યારે આજે તમને આ ત્રણેય સમસ્યામાંથી બે જ મિનિટમાં મુક્તિ અપાવે એવો આયુર્વેદિક ઉપચાર જણાવીએ. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી ગેસ એસીડીટી અને અપચો બે જ મિનિટમાં દૂર થઈ જાય છે અને તેના માટે તમારે કોઇ પણ પ્રકારનો ખર્ચ પણ કરવો પડતો નથી.

જ્યારે પણ આપણે બહાર જમવા જઈએ કે કોઈ પાર્ટીમાં ગયા હોય ત્યારે બહારનું મસાલેદાર, તેલવાળું ભોજન વધારે કરી લેવામાં આવે તો ગેસ, એસિડિટી અપચો થઈ જાય છે. ત્યાર પછી જ્યાં સુધી આ તકલીફ દૂર ન થાય ત્યાં સુધી બેચેની રહે છે.

કાશીભાઈ જ્યારે દિવસ દરમ્યાન વાલ ચણા જેવા કઠોળ ખાતા હોય ત્યારે પણ વાયુ થઈ જતો હોય છે જેના કારણે એસિડીટી રહે છે. કોઈ પણ કારણે થયેલી એસીડીટી અને ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે આયુર્વેદમાં દર્શાવેલો લીંબુનો પ્રયોગ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પણ આ પ્રકારની કોઇ સમસ્યા જણાય ત્યારે ૧ લીંબુ અને અડધું કરી લેવું. ત્યાર પછી લીંબુના એક ભાગમાં સિંધવ મીઠું અને સંચળ લગાડી તેના ઉપર કાળા મરીનો પાવડર લગાવી અને ગેસ ઉપર શેકી લેવું. લીંબુ આ બધી વસ્તુ સાથે બરાબર શેકાઈ જાય પછી તેને ચુસવાનું છે.

તમે આ લીંબુનો રસ નીચોવી તેને પણ પી શકો છો. આ ઉપાય કર્યા પછી એક કલાક સુધી કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી. થોડા જ સમયમાં તમને ગેસ એસિડિટીથી છુટકારો મળી જશે.

આ સિવાય જો પેટમાં અચાનક ગેસ થઈ જાય અને પેટ ભારે લાગે ત્યારે ગરમ પાણીમાં થોડો અજમો ઉમેરીને પી જવું. અજમા અને પાણી પીવાથી તુરંત જ ગેસ મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!