અશ્વગંધા નો ઉપયોગ વર્ષોથી ઔષધી તરીકે કરવામાં આવે છે. અશ્વગંધા માં એવા અવશધીય ગુણ હોય છે જે શરીરની એક નહીં અનેક બીમારીઓને દૂર કરે છે. અશ્વગંધા એક પ્રાકૃતિક જડીબુટ્ટી છે જે આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે.
અશ્વગંધા એવી બીમારીઓને પણ દૂર કરે છે જેને દવા વિના દૂર કરવી અશક્ય લાગે છે. તો આજે તમને જણાવીએ કે અશ્વગંધાનું સેવન કરીને તમે કેવી રીતે ફિટ અને હેલ્થી રહી શકો છો.
આજના સમયની સૌથી સામાન્ય સમસ્યા સ્ટ્રેસ થઈ ગઈ છે. જે લોકો સ્ટ્રેસથી પીડિત હોય તેમણે અશ્વગંધા ખાવું જોઈએ. અશ્વગંધામાં એવા તત્વ હોય છે જે સ્ટ્રેસને દૂર કરે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે.
જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો બીમારીઓ સામે લડવાની શરીરને શક્તિ મળે છે. જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે અશ્વગંધાનું સેવન કરવું જોઈએ. તેમાં એવા પોષક તત્વો પણ હોય છે જે આંખ માટે ફાયદાકારક છે.
જે લોકોને આંખમાં નંબર હોય અથવા તો દૃષ્ટિ નબળી હોય તેમણે અશ્વગંધા ખાવી જોઈએ. સંશોધન તો એવું પણ જણાવે છે કે અશ્વગંધાનો ઉપયોગ કરવાથી મોતિયાની સમસ્યા માં પણ લાભ થાય છે.
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યાદશક્તિ તેજ કરવી હોય, હતાશ છે અને માથાના દુખાવા જેવી સમસ્યાથી મુક્તિ અપાવી હોય તો તેને રોજ રાત્રે અશ્વગંધા ચૂર્ણ આપવાની શરૂઆત કરી દો.
અશ્વગંધા ચૂર્ણ લેવાથી વાળ સંબંધિત સમસ્યા અને થાઈરોઈડની સમસ્યા પણ દૂર થાય છે. અશ્વગંધાનું સેવન કરવાથી સફેદ થતા વાળ અટકે છે અને વાળ કુદરતી રીતે કાળા રહે છે.
જે લોકોને વજન ઘટાડવું હોય છે તેમના માટે પણ અશ્વગંધા ફાયદાકારક છે. અશ્વગંધા મૂળના પાવડરનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે પરીણામે વજન પણ ઘટે છે. અશ્વગંધા લેવાથી હાડકાં અને સ્નાયુ પણ મજબૂત થાય છે.
અશ્વગંધા માં એવા તત્વ હોય છે જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અશ્વગંધાના પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે અને હૃદય રોગથી મુક્તિ અપાવે છે.
કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે પણ અશ્વગંધા મદદ કરે છે. એક રિસર્ચ અનુસાર અશ્વગંધા માં એન્ટી ટ્યૂમર એજન્ટ હોય છે જે શરીરમાં કેન્સરના કોષોને વધતા રોકે છે.
અશ્વગંધા થી થતા આ બધા જ લાભ મેળવવા હોય તો નિષ્ણાંત મદદથી અશ્વગંધાનો ડોઝ તમારી સમસ્યા અનુસાર નક્કી કરી તેને લેવાની શરૂઆત કરવી.