ફક્ત 2 વાર આ ફળ ખાવાથી તમારું વજન 15 દિવસમાં ઉતરી જશે

ડ્રાયફ્રુટ તરીકે ઉપયોગમાં લેવાતા અંજીર થી વજન ઘટાડી શકાય છે. અંજીરનો ઉપયોગ મીઠાઇમાં પણ કરવામાં આવે છે. આમ તો અંજીર બે પ્રકારના હોય છે. એક કે જેને ખેતી કરીને ઉગાડવામાં આવે છે અને તેનું ફળ તેમજ પાંદડાં મોટા હોય છે. અને બીજું અંજીર જંગલી હોય છે જેના નું ફળ ધરાવે છે.

અંજીરનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. અંજીરમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ લાભકારી છે. આજે તમને અંજીર શેક પીવા થી થતા લાભ વિશે જણાવીએ. અંજીર શેકમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્યને સારું રાખે છે અને શરીરની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

જોકે અંજીરનું સેવન વધારે પડતું કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ પણ શકે છે. તેથી અંજીરનું સેવન યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે જ કરવું જોઈએ. અંજીરમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન ફાઇબર કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ વિટામિન એ વિટામિન બી 12 હોય છે.

અંજીરનું સેવન કરવાથી આંખથી લઈને પગ સુધી અનેક રોગ દૂર થાય છે. આજે તમને અંજીર શેક પીવા થી થતા લાભ વિશે જણાવીએ. આંખને સ્વસ્થ રાખવા માટે અંજીર શેક પીવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કારણકે અંજીરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન-એ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. અંજીરનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે અને આંખની સમસ્યાઓ દૂર થાય છે.

શરીરમાં લોહીની ઉણપ હોય તો તેને દૂર કરવા માટે પણ અંજીરનું શેક પીવું જોઈએ. શરીરમાં જો આયર્નની ઊણપ હોય તો રક્તની ખામી સર્જાય છે જેને કારણે એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં અંજીર લેવાથી શરીરને આયરન અને ફોલેટ મળે છે જેનાથી લોહીની ઊણપ પૂરી કરવામાં મદદ મળે છે.

અંજીરનું સેવન કરવાથી પાચન પણ સારું રહે છે. કારણ કે તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણું પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે અને અન્ય સમસ્યાઓને પણ અંજીર દૂર કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત પણ મટે છે.

અંજીરનું સેવન કરવાથી કેન્સર સામે પણ રક્ષણ થાય છે. અંજીરમાં કેન્સર વિરોધી ગુણ હોય છે જે શરીરમાં કેન્સરના કોષોની વૃદ્ધિ અટકાવવામાં મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો અંજીર કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.

અંજીર હાડકાંને પણ મજબૂત બનાવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે અને હાડકાંનો વિકાસ પણ બરાબર થાય છે. જેને લઇને હાડકાંને લગતી બીમારીઓ રોકવામાં મદદરૂપ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમને વજન ઘટાડવું હોય તેમના માટે પણ અંજીર શેક ફાયદાકારક છે. અંજારમાં ફાઈબરની માત્રા સૌથી વધારે હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તેના કારણે ભૂખ પણ નિયંત્રિત રહે છે અને વજન ઝડપથી ઘટે છે.

અંજીર નું શેક બનાવીને પીવાથી શરીરને એનર્જી પણ મળે છે. અંજીરમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવામાં મદદ કરે છે. રોજ સવારે અંજીર શેક પીવાથી દિવસ આખો થાક કે નબળાઈ લાગતી નથી.

જેને પાઈલ્સ ની સમસ્યા હોય તેવા લોકોને અંજીર શેક અચૂકથી પીવું. એવો રોગ છે જે કબજિયાતને કારણે થાય છે. અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે જેના કારણે પાઇલસ ના દુખાવામાં પણ રાહત મળે છે.

બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં પણ અંજીર લાભ કરે છે. નિયમિત અંજીરનું સેવન કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે, જેના કારણે હાર્ટ પણ હેલ્ધી રહે છે. અંજીર એન્ટિઓક્સિડન્ટ નો મુખ્ય સ્ત્રોત છે. અંજીરનું સેવન કરવાથી શરીરમાં તણાવની અસરો પણ ઘટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!